liveLIVE NOW

Gujarat Election 2022 live: વિરોધ છતાં પણ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દ.થી ટિકિટ, કોંગ્રેસની હજી 41 બેઠકો પર ગૂંચ

Gujarat Assembly Election 2022 Updates : હાલ ગુજરાત રાજકારણમાં ઉમેદવારોનાં નામને કારણે ગરમાવો સર્જાયો છે.

 • News18 Gujarati
 • | November 15, 2022, 10:23 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 17 DAYS AGO
  14:32 (IST)
  ઝઘડિયા બેઠક પર ભાજપનું ફોર્મ રદ કરવાની BTP દ્વાર માગ કરાઇ છે. આ અંગે BTPના ઉમેદવાર મહેશ વસાવાએ અરજી કરી છે. મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યુ કે, ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા આદિવાસી નથી. તેથી તેઓ ST આરક્ષિત ઝઘડિયાથી ઉમેદવારી ન કરી શકે. તેમણે રાજ્ય સરકારના 2002ના પરિપત્રને ટાંકીને જણાવ્યું કે, રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિઓમાંથી ધર્મ પરિવર્તન કરનાર ગુજરાતી ક્રિશ્ચનોનો આદિવાસીમાં સમાવેશ થતો નથી અને તેમનો સમાવેશ શારીરિક શિક્ષણ પછાત વર્ગની જાતિમાં થતો હોવાથી ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ઉમેદવારી પત્ર રદ્દ થવું જોઇએ. ઝઘડિયા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીએ એક કલાક બાદ સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે. ઝઘડિયા વિધાનસભાના બીટીપીના ઉમેદવારે બીજેપીના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા ચૂંટણી અધિકારીને અરજી આપી છે.

  14:6 (IST)

  ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે આજે, ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સાણંદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કનુભાઈ પટેલના નોમિનેશનમાં સેંકડો સમર્થકો પણ હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના મતવિસ્તારના સાંસદ છે.

  13:27 (IST)
  અર્બુદા સમાજનાં આગેવાન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, અર્બુદા સેના ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષને સમર્થન નહીં આપે.  આજે તેમનું ચરાડા, માણસમાં અધિવેશન છે. જે અંગે જણાવાયું છે કે, આ સંમેલનમાં કોઇ રાજકીય ચર્ચા કરવાની નથી. સમાજ કાર્ય માટે જ કામ કરવામાં આવશે. આ સાથે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યુ કે, અર્બુદા સેનાનો કોઇપણ સભ્ય કે પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી ચૂંટણી પણ નહીં લડે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને 800 કરોડનાં કૌભાંડ મામલે જેલમાં બંધ છે.

  11:13 (IST)
  રાધનપુર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં INCના રઘુનાથ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના સભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે.

  11:7 (IST)
  ગુજરાત ચૂંટણી: રાધનપુર ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં છવાયા છે. લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો ભારે વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે. લવિંગજીનો ગામડાની આગવી અદામાં ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. રાધનપુરથી ટિકિટ મળ્યા બાદ લવિંગજી ઢોલના તાલે ડાન્સ કરતાં નજરે પડી રહ્યા છે.રાધનપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર લવિંગજી ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાયા છે.

  10:44 (IST)
  ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ18નાં સ્પેશિઅલ કાર્યક્રમમાં કહ્યું હતુ કે, 'ગુજરાતમાં મોટી જીત મળશે. અમે તમામ ચૂંટણી રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે હંમેશા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે? આ સવાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'અમારો વોટ શેર ચોક્કસપણે વધશે. સીટો પણ વધશે, જંગી બહુમતી સાથે સરકાર બનશે. અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે.

  10:28 (IST)
  GujaratElection: જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની છ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 138 ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે 41 ઉમેદવારોની જાહેરાત બાકી છે. કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં 33 ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી. બીજા તબક્કાની ચૂંટણીના હજુ કેટલાક નામો બાકી છે. આવામાં કોંગ્રેસ ગમે તે સમયે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે

  10:25 (IST)
  ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી, તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે ભારે મનોમંથન ચાલી રહ્યુ છે.

  10:12 (IST)
  Gujarat Election: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. જ્યાં તેમનો વિરોધમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે વી.ડી.ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. ભારતીય જનતા પાર્ટીએ કલોલ બેઠક પરથી બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભુરિયાને ટિકિટ મળી છે. જેતપુર (પાવી) બેઠક પરથી જયંતિભાઈ રાઠવાને ટિકિટ મળી છે. કેયુર રોકડિયાને સયાજીગંજ બેઠક પરથી ટિકિટ મળી છે.

  ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપનાં ચાર કોંગ્રેસનાં 41 ઉમેદવારો જાહેર કરવાનાં બાકી છે. હાલ ગુજરાત રાજકારણમાં ઉમેદવારોનાં નામને કારણે ગરમાવો સર્જાયો છે.

  ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ ઉમેદવારોની બેઠકો પર ભાજપનું કોકડું ગૂંચવાયું હતું. જેમા 12 ઉમેદવારોના નામ જાહેર થયા છે. જ્યારે હજી ચાર ઉમેદવારોનાં નામ બાકી છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાઈ છે. જ્યારે રાધનપુર પર લવિંગજી ઠાકોરને ઉતારાયા છે. મહત્વનું છે કે હજુ માણસા અને ખેડા બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
  विज्ञापन
  विज्ञापन