liveLIVE NOW

Gujarat Election 2022 News LIVE: ગુજરાત ચૂંટણી પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવિસ

Gujarat Assembly Elections 2022 LIVE Updates: આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે આવશે.

 • News18 Gujarati
 • | November 14, 2022, 10:23 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 14 DAYS AGO
  14:25 (IST)
  સુરતમાં હૈદરાબાદનાં સાંસદ જેવા સંબોઘન કરવા આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ દેશના વડાપ્રધાન મોદીના નારા પણ લગાવ્યા હતા. આ સાથે ઓવૈસી વિરુદ્ધમાં કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. યુવાનો બોલતા સંભળાઇ રહ્યા છે કે, ઓવૈસી પાછા જાવ. જે બાદ લોકોએ મોદી મોદીનાં નારા પણ લગાવ્યા હતા.  

  13:25 (IST)

  અમદાવાદના ઠક્કરનગરના ઉમેદવાર કંચનબેન રાદડિયાએ ઉમેદવારી નોંધાવી છે. કાર્યાલયથી સમર્થકો સાથે અમદાવાદ કલેક્ટર કચેરીએ કંચનબેન પહોંચ્યા છે. આ સાથે વાઘોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે યોજી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, "મારો જંગ સીધો ભાજપના ઉમેદવાર સાથે છે''

  13:21 (IST)
  પહેલા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતના મજુરાથી હર્ષ સંઘવી ઉમેદવારી નોંધાવે તે પહેલા ભવ્ય રેલી યોજી. હર્ષ સંઘવી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે અનેક લોકોને મળ્યા હતા. મજૂરાના લોકોનો સંઘવીએ આભાર માન્યો. આ સાથે  તેમણે કહ્યુ કે, મારા ફોર્મ ભર્યા પછીની જવાબદારી હવે તમારી છે. પહેલા પણ મને લોકો હર્ષ કહેતા અને આજે પણ હર્ષ કહે છે, તેવું જણાવી કહ્યું કે, હું એક જ એવો મંત્રી છું જેને લોકો હર્ષ કહે છે અને મને લોકો હર્ષ કહે ત્યારે આનંદ થાય છે. હર્ષ સંઘવીએ મોરબી દુર્ઘટનાને લીધે ફોર્મ ભરતા સમયે ડીજે અને ઢોલ નહોતા રાખ્યા અને કાર્યકરોને પણ સાદગી માટે અપીલ કરી હતી.

  12:2 (IST)
  દ્વારકા જિલ્લાની ખંભાળીયા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપ ઉમેદવાર મળુભાઈ બેરા પ્રાંત કચેરી પહોંચ્યા છે. મુળુભાઈ સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. મુળુભાઈ બેરાએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજુ કર્યું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ મુળુ બેરા તેમજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  11:16 (IST)
  ગુજરાત ચૂંટણી: સુરતમાં ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધુ હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓએ પણ નાસ્તાની મઝા માણી હતી. આ સાથે હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા.  હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, મજુરાનાં લોકોનો આભાર કે, 27 વર્ષે મને સેવાનો મોકો આપ્યો. હું મજુરાનો દીકરો બનીને રહ્યો છું. પહેલા કોંગ્રેસે મને બાળક કહ્યો હતો પરંતુ તમે મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ આભાર.

  10:45 (IST)
  ભાજપની પરંપરાગત બેઠક પર ભાજપને ટિકિટ બદલવાની ફરજ પડી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જીજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ રવિવારે તેમણે એકાએક ચૂંટણી ન લડવાનું જણાવતા આ બેઠક પરથી ઉમેદવાર બદલી નાખી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે.

  10:31 (IST)
  ગુજરાત ચૂંટણી: સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડીને રિપિટ કર્યા છે. કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશી મકવાણાના સંતાનો છે. જણાવી દઈએ કે, કલ્પનાબેન સામે ભાજપે પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા કિરિટસિંહનું નામ જાહેર થતાં જ તેમણે પોતાના મતવિસ્તારમાં પુરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ચોટીલામાં કોંગ્રેસે કલ્પનાબેનના ભાઈ ઋત્વિક મકવાણાને ચૂંટણીના સંગ્રામમાં ઉતાર્યા છે.

  9:59 (IST)
  કાંધલ જાડેજા ગત બે ચૂંટણીમાં અહીંથી જીત મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.

  9:48 (IST)
  કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. NCPથી નારાજ કાંધલે 2 દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન અંગે તેમને જાણ નથી. ત્યારે કાંધલ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે.

  9:29 (IST)
    આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરા કરી હતી. જો કે, સત્તાવાર લીસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપતા જામ ખંભાળિયા બેઠક પર ત્રીપાંખીયો જંગ થઈ શકે છે.

  અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી પહેલા હાલ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવિસ છે. ગુજરાત ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરનાં રોજ થવાનું છે. ત્યારે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાથી કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે આવશે.

  ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે શનિવારે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને જેમા કુલ 9 નામો જાહેર કર્યા હતા. અને આજે પાંચમી યાદીમાં 6 નામો જાહેર કર્યા છે. આ બાદ કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં કુલ 33 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 143 ઉમેદવારો જાહેર કર્યા છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन