liveLIVE NOW

Gujarat Election 2022 live: આજે બીજા તબક્કાની ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

Gujarat Election updates: બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં 900થી વધુ ફોર્મ ભરાયા છે. બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.

  • News18 Gujarati
  • | November 17, 2022, 08:54 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 13 DAYS AGO
    12:18 (IST)
    વડોદરાની સયાજીગંજ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડીયા ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જોડાયા. તેમણે કહ્યુ કે,  ભાજપની વિકાસની ગાથા 150 બેઠક અપાવશે. પાર્ટી સર્વસ્વ છે જે નિર્ણય કર્યા છે તેના આધારે ઉમેદવારો પસંદ કરાયા છે. જેઓ નારાજ છે તેઓ પણ પાર્ટી સાથે જ હતા. તેઓને ફરી પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનું માળખુ મજબૂત છે. જેથી આ સમસ્યાઓને ખાળી શકાય છે.

    11:47 (IST)
    આજે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોરે મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતુ. આ સાથે ભવ્ય જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. 

    10:59 (IST)
    Gujarat Election:આજે બીજા તબક્કાનાં ઉમેદવારોનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલમાં કોંગ્રેસને ઉમેદવાર બદલવા પડ્યા છે. હાલોલમાં કોંગ્રેસે અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. પહેલા કોંગ્રેસે રાજેન્દ્રસિંહ પરમારની જાહેરાત કરી હતી. રાજેન્દ્રસિંહે હાલોલથી લડવાની ના પાડતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે તમામ બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ગઇકાલે સાંજે જ કોંગ્રેસે બાકી 37 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. જોકે, છેલ્લી ઘડીએ હાલોલમાં ઉમેદવાર તરીકે જાહેર કરેલા પૂર્વ એમએલએ રાજેન્દ્રસિંહે હાલોલથી નહીં પરંતુ ગોધરાથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે કોંગ્રેસે હાલોલમાંથી અનિશ બારિયાને મેન્ડેટ આપ્યું છે. જેના કારણે પંચમહાલ રાજકારણમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

    9:15 (IST)
    Gujarat Election: ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 17મી નવેમ્બરે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

    9:7 (IST)
    ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરથી ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્યાં પણ આજે સવારે યોગેશ પટેલની જાહેરાત કરી દેવામાં આવી છે. માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, 'માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.' 

    8:47 (IST)
    ભાજપનાં નારાજ ત્રણ નેતાઓ પૈકી માત્ર સતીશ નિશાળિયા માન્યા હતા. મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ રહ્યા હોવાનું સપાટી પર આવી રહ્યું છે. મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંને અપક્ષ તરીકે ચુંટણી લડશે તેવું પણ કહેવામાં આવી રહ્યુ છે. 

    8:46 (IST)
    ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 17મી નવેમ્બરે છેલ્લો દિવસ છે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં 900થી વધુ ફોર્મ ભરાયા છે. બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારબાદ 18મીએ ફોર્મની સ્ક્રુટિની થશે અને 21મીએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. 

    અમદાવાદ: ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 17મી નવેમ્બરે છેલ્લો દિવસ છે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં 900થી વધુ ફોર્મ ભરાયા છે. બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારબાદ 18મીએ ફોર્મની સ્ક્રુટિની થશે અને 21મીએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.

    પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી તમામ ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ત્રણ બેઠકો પર એનસીપી સાથે ગઠબંધન પણ કર્યું છે. જ્યારે ભાજપે હજી એક માંજલપુર બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन