Home /News /ahmedabad /Gujarat Education: ધોરણ-9થી 12માં વર્ગ ઘટાડો કરવાની કાર્યવાહી હાલ સ્થગિત, ડીઈઓને મૌખિક સૂચના આપવામાં આવી

Gujarat Education: ધોરણ-9થી 12માં વર્ગ ઘટાડો કરવાની કાર્યવાહી હાલ સ્થગિત, ડીઈઓને મૌખિક સૂચના આપવામાં આવી

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (ફાઇલ તસવીર)

Gujarat Education: શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9થી 12નો વર્ગ ઘટાડો કરવા માટે તમામ સ્કૂલોને પરિપત્ર કરાયો હતો, જેમાં જણાવાયું હતું કે, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12માં ચાલુ વર્ષે જે શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓનો વર્ગ ઘટાડો કરવાની દરખાસ્ત કચેરીને કરવાની રહેશે.

વધુ જુઓ ...
ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં હાલ નવાં નવાં બદલાવ થઇ રહ્યા છે, જેનો યશ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવના ફાળે જાય છે. તેઓ ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે, શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપી શકે તે માટે શાળામાં વર્ગોની સંખ્યાથી લઇને શિક્ષકોની સંખ્યાનું બેલેન્સ કરવા માટે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણના નવતર પ્રયોગો બાદ ઉચ્ચત્તર શિક્ષણ વિભાગને પણ એ દિશામાં આગળ વધવા શિક્ષણ પ્રધાન દ્વારા જણાવાયુ હતું. જેને લઇને  ધોરણ-9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી સ્કૂલોમાં વર્ગ ઘટાડો કરવા માટેનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે એ માટેની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા પરિપત્ર કરી વર્ગ ઘટાડા અંગેની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેને લઈને સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી વર્ગ ઘટાડા અંગેનું હિયરિંગ અટકાવવા માટે રજૂઆત કરાઇ હતી. જોકે, હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વર્ગ ઘટાડા માટેની કાર્યવાહી સ્થગિત રાખવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મૌખિક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9થી 12નો વર્ગ ઘટાડો કરવા માટે તમામ સ્કૂલોને પરિપત્ર કરાયો હતો, જેમાં જણાવાયું હતું કે, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12માં ચાલુ વર્ષે જે શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓનો વર્ગ ઘટાડો કરવાની દરખાસ્ત કચેરીને કરવાની રહેશે.

આ પણ વાંચો: ભુજની શેરીઓમાં ગટરના પાણીથી રસ્તા થયા બંધ, બાળકોનું ખોરવાયું શિક્ષણ

રાજ્યના અનેક જિલ્લામાં આ રીતે શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર કરી વર્ગ ઘટાડો કરવાની દરખાસ્ત મંગાવી હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને સંચાલક મંડળમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી વર્ગ ઘટાડાના હિયરિંગ તાકીદે રોકવા માટે રજૂઆત કરી હતી. દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં આ અંગેની પ્રક્રિયા શરૂ થયા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ ઘટાડાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનું નક્કી કર્યું છે.
" isDesktop="true" id="1250913" >

શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મૌખિક સૂચના આપી વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થગિત રાખવા માટે સૂચના આપી છે. જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગત શૈક્ષણિક વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષે પણ સરાસરી હાજરીમાં છૂટછાટ આપવાની બાબત સરકારની વિચારણાધિન હોઈ હાલ આ સબબ જિલ્લા કક્ષાએ વર્ગ ઘટાડાની પ્રક્રિયા સ્થગિત રાખવા સૂચના આપવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુજરાત, જીતુ વાઘાણી, શિક્ષણ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन