રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષા, 17.59 લાખ પરીક્ષાર્થીઓ, CCTVની રહેશે બાજ નજર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષા, 17.59 લાખ પરીક્ષાર્થીઓ, CCTVની રહેશે બાજ નજર
રાજ્યમાં આજથી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. એસએસસી અને એચએસસીમાં રાજ્યમાં કુલ 17.59 લાખ જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની બાજ નજર રહેશે. જ્યારે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખશે
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #રાજ્યમાં આજથી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. એસએસસી અને એચએસસીમાં રાજ્યમાં કુલ 17.59 લાખ જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની બાજ નજર રહેશે. જ્યારે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષા લેવાશે. રાજ્યમાં ધોરણ-10માં અંદાજે 11 લાખ તો ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ અને ધોરણ 12 સાયન્સ ચોથા સેમેસ્ટરમાં 1 લાખથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તકેદારીના ખાસ પગલાં લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ હેઠળ લેવામાં આવશે. જ્યાં સીસીટીવીની સુવિધા નથી એવા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ દ્વારા ટેબ્લેટ મુકવામાં આવ્યા છે. આગામી 30મી માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં આજે પ્રથમ દિવસે ધોરણ-10માં ગુજરાતી અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો તેમજ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં ભૌતિક શાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે. અહીં નોંધનિય છે કે ધો.10ની પરીક્ષા 25 માર્ચે પૂર્ણ થશે તો ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 માર્ચે તેમજ ધો-12 સાયન્સની પરીક્ષા 30 માર્ચે પૂર્ણ થશે.  
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर