Home /News /ahmedabad /Gujarat Drugs Case: દરિયામાંથી ઝડપાયેલા 40 કિલો ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, પંજાબની જેલમાંથી ચાલતું હતું રેકેટ

Gujarat Drugs Case: દરિયામાંથી ઝડપાયેલા 40 કિલો ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, પંજાબની જેલમાંથી ચાલતું હતું રેકેટ

ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયું

200 Cr drugs: મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં ATS અને DRI દ્વારા બંગાળમાંથી પણ 200 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંથી પણ ડ્રગ કબજે કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જેલમાંથી કઈ રીતે આ ડ્રગનું રેકેટ ચાલી રહ્યું હતું.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડે મધદરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું. આ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે.

તપાસમાં એવી વિગત સામે આવી છે કે, આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ એક નાઇજિરિયન નાગરિકે મંગાવ્યું હતું. આ વ્યક્તિ પંજાબની જેલમાં રહીને સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી આ ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ કપૂરથલા પંજાબમાં આવેલી જેલમાં કેદ એક નાઇજિરિયન દ્વારા મંગાવવામાં આવેલું હોવાનુ સામે આવ્યો રહ્યું છે.



આ પણ વાંચો: Drugs Seized : કોલકત્તામાંથી ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં ATS અને DRI દ્વારા બંગાળમાંથી પણ 200 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંથી પણ ડ્રગ કબજે કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જેલમાંથી કઈ રીતે આ ડ્રગનું રેકેટ ચાલી રહ્યું હતું. તેની પાછળ કોણ માસ્ટર માઇન્ડ છે? આ મામલે ઝડપાયેલા છ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે તો જેલમાં બંધ નાઇજિરિયન નાગરિકની પણ પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં ભવિષ્યમાં અનેક મોટો ખુલાસા થઈ શકે છે.
" isDesktop="true" id="1250528" >

રાજનૈતિક સ્ટંટથી ગુજરાત પોલીસને બદનામ કરવામાં આવી


ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક મામલે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો હતો. અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: એટીએસ, ગુજરાત, ડ્રગ્સ, પાકિસ્તાન

विज्ञापन
विज्ञापन