અમદાવાદ : ગુજરાતમા ડગ્સ (Gujarat Dugs Case) ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડની તપાસમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી અનંતનાગમાં (Anant nag) પોતાની જમીનમાં ગાંજામાંથી ચરસ (Charat from Marijuana ) બનાવીને સપ્લાય કરતો હતો અને ત્યાં સ્લીપર સેલના સંપર્ક માં પણ હોવાની શક્યતા સામે આવી છે. મહત્વ નુ છે કે પૂર્વ એરફોર્સ કર્મચારી શંકર પ્રસાદ પેરોલમાં (Payroll) બહાર આવ્યા બાદ પણ ચરસ (charas) મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે. મોહમ્દમ હુસેન ઉર્ફે હુસેન અલીદારની (Mohammad Hussain alias alidar) ગુજરાત એટીએસએ કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરી તપાસ તેજ કરી છે આરોપી ગુજરાતમા ચરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ (Master Mind of Gujarat Drugs Case) છે. આ ડ્રગ માફિયાએ પૂછપરછમાં પોપટની જેમ કબૂલાતો કરી છે અને કેટલીક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.
આરોપી ની તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ હુસૈન અને તેનો ભાઈ બશીર દારની ખૂબ મોટી જમીન છે અને ત્યાં તે લોકો ગાંજાની ખેતી કરી તેમાંથી ચરસ બનાવી દેતા હતા. બશીર દાર ત્યાં શિક્ષક હતો અને તેનો શંકારપ્રસાદથી પેહલા સંપર્ક થયો હતો અને બશીર સફરજનની આડ માં ચરસ મોકલી આપતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે એ વિસ્તારમાં સ્લીપર સેલ ખૂબ સક્રિય છે અને આરોપી પણ તેમના સંપર્કમાં હોઈ શકે છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી એક મહત્વની વાત સામે આવી છે કે આ ચરસના નેટવર્કને લઈને અગાઉ શંકરપ્રસાદ નામનો આરોપી ઝડપાયો હતો.
શંકરપ્રસાદ જે એરફોર્સમા નોકરી કરતો હતો અને એરફોર્સની નોકરી છોડયા બાદ ચરસના ધંધામા જોડાયો હતો. ચરસની હેરાફેરી માટે આરોપી એરફોર્સના આઈકાર્ડનો ઉપયોગ પણ કરતો હતો. જેમાં તેને સજા પણ થઈ છે અને જે પેરોલ પર બહાર આવીને પણ ચરસનો વેપાર કરી ચુક્યો છે અને મોહમ્મદ હુસૈન પણ ગુજરાત ના અન્ય ડ્રગ માફિયાના સીધો સંપર્ક માં હતો. હાલ ATS આરોપીના રિમાન્ડ મેળવી ને કાર્યવાહી કરી રહી છે.
શું છે સમગ્ર કેસ
ગુજરાતમા ડગ્સ (Drugs) ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડને 12 વર્ષ બાદ ગુજરાત એટીએસ (Gujarat ATS)એ ઝડપી લીધો છે. આરોપી ડગ્સનુ વેચાણ કરીને તેના નાણા દેશવિરોધી પ્રવૃતીઓમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે. એટીએસએ કાશ્મીરથી આરોપીની ધરપકડ કરી. આરોપી મોહમંદ હુસેન ઉર્ફે હુસેન અલીદારની ગુજરાત એટીએસએ કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરી હતી. આરોપી ગુજરાતમા ચરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ છે. 2009મા ઉનાવામા 10 કિલો ચરસનો જથ્થો પકડેલો હતો. જેમા પકડાયેલા આરોપીની પુછપરછમા મોહમંદ હુસેનની સંડોવણી ખુલી હતી, અને મોહમંદ હુસેનએ 108 કિલો ચરસનો જથ્થો કાશ્મીરથી ગુજરાતમા મોકલ્યો હતો. જેમા અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. જયારે કાશ્મીરનો મુખ્ય સુત્રધાર મોહમંદ હુસેન ફરાર હતો. જે 12 વર્ષ બાદ ગુજરાત એટીએસએ ઝડપી લીધો છે.
તપાસમા ખુલ્યુ છે કે, અનંતનાગ અને દક્ષિણ કાશ્મીરનુ વાતાવરણ ચરસની ખેતી માટે અનુકુળ હોય તેથી કાશ્મીરના અનંતનાગથી ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજયોમા ચરસનો જથ્થો સપ્લાય કરવામ આવતો હતો. આ ચરસના વેચાણના નાણાનો દેશ વિરોધી પ્રવૃતી તથા ષડયંત્રમા ઉપયોગ થતો હતો. આ નશાનો કારોબાર અનંતનાગ કાશ્મીરમા રહેતા બશીર દાર અને તેના ભાઈ હુસેન અલી દાર ચલાવતા હતા. જે કાશ્મીરથી ટ્રકમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમા પહોચાડતા હોવાનુ ખુલ્યુ છે.