Home /News /ahmedabad /રાજ્યમાં ચક્રવાતની આફતનું અનુમાન, વાવાઝોડાના ત્રિપલ એટેકનો મંડરાઈ રહ્યો છે ખતરો

રાજ્યમાં ચક્રવાતની આફતનું અનુમાન, વાવાઝોડાના ત્રિપલ એટેકનો મંડરાઈ રહ્યો છે ખતરો

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી આ આફત આવશે

Gujarat Cyclone Forecast: અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી આ આફત આવશે. જેનાથી વાવોઝાડાના ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે.

    અમદાવાદ: આ વખતે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે. હજુ તો વરસાદ ચાલુ જ છે અને આગામી સમયમાં પણ મેઘાની આગાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાના ત્રિપલ એટેકનો મંડરાઈ ખતરો રહ્યો છે. જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે.

    અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી આ આફત આવશે. જેનાથી વાવોઝાડાના ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. વારંવાર ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોના ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે.


    આ પણ વાંચો:  ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું કેમ છે મહત્ત્વ?

    દેશ પર વાવાઝોડની અસરની શક્યતા સાથે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વારંવાર ચક્રવાત આવવાની આગાહી કરી છે. બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળી ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે. જે ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતમાં પરિણમશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું લો પ્રેશર સક્રિય થશે.

    નોંધનીય છે કે, 2021માં ઓગસ્ટ માસમાં માત્ર 55 ટકા વરસાદ થયો હતો. આ વર્ષે 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. સુરત જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ઓગસ્ટની મધ્ય સુધીમાં જ પડી ગયો હતો. હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી છે. બીજી બાજુ, હાલ જિલ્લામાં 97 ટકા વાવેતર થઈ ચૂક્યું છે. રાજ્યના 207 ડેમોમાં 84P ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ 100 ટકા ભરાયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cyclone in Gujarat, Gujarat News, Gujarat rain forecast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन