Home /News /ahmedabad /ગુજરાતમાં કોરોના વાયરસના નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2100ને પાર; 8 દર્દી વેન્ટિલેટર પર

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 401 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 2100ને પાર; 8 દર્દી વેન્ટિલેટર પર

ફાઇલ તસવીર

Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 7 દિવસમાં 6 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદઃ 29મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 401 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 141 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

ક્યાં કેટલા કેસ નોંધાયા?



 • અમદાવાદ કોર્પોરેશન - 141

 • સુરત કોર્પોરેશન - 30

 • રાજકોટ કોર્પોરેશન - 29

 • મોરબી - 22

 • વડોદરા - 22

 • વડોદરા કોર્પોરેશન - 21

 • મહેસાણા - 16

 • સુરત - 15

 • અમરેલી - 14

 • રાજકોટ - 13

 • કચ્છ - 9

 • બનાસકાંઠા - 8

 • આણંદ - 7

 • ગાંધીનગર - 7

 • ગાંધીનગર કોર્પોરેશન - 5

 • સાબરકાંઠા - 5

 • વલસાડ - 5

 • જામનગર - 4

 • પોરબંદર - 4

 • સુરેન્દ્રનગર - 4

 • અમદાવાદ - 3

 • ભરૂચ - 3

 • છોટા ઉદેપુર - 3

 • પાટણ - 3

 • જામનગર કોર્પોરેશન - 2

 • નવસારી - 2

 • દાહોદ - 1

 • દેવભૂમિ દ્વારકા - 1

 • મહિસાગર - 1

 • પંચમહાલ - 1


આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

241 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા


આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 401 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 241 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ 2136 છે. આ ઉપરાંત 8 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2128 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો


ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા.
First published:

Tags: Coronavirus cases in Gujarat, Coronavirus Updates, Gujarat Corona virus cases, Gujarat coronavirus updates