Gujarat Coronavirus Update: ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના 338 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 7 દિવસમાં 7 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
અમદાવાદઃ 31મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 338 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા છે. જ્યારે 79 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એક દર્દીનું મોત થયું છે. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે જો તમને કોઈપણ પ્રકારના કોરોના લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આજે 79 દર્દીઓને રજા આપવામાં આવી
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 338 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, દર્દીઓને 274 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2310 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2305 દર્દીની તબિયતલ અત્યાર સ્થિર હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12,68,837 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં આજ રોજ નોંધાયેલ કોવવડ-19 ના કેસ, મૃત્યુ, ડીસ્ચાજની વિગત
જીલ્લો/ કોપોરેશન
કેસ
મૃત્યુ
ડિસ્ચાર્જ
અમદાવાદ
3
0
0
અમદાવાદ કોપોરેશન
89
0
79
અમરેલી
7
0
9
આણંદ
5
0
4
અરવલ્લી
0
0
1
બનાસકાંઠા
12
0
1
ભરૂચ
8
0
5
ભાવનગર
1
0
0
ભાવનગર કોપોરેશન
4
0
0
બોટાદ
0
0
0
છોટા ઉદેપુર
0
0
0
દાહોદ
1
0
0
ડાંગ
0
0
0
દેવભૂમી દ્વારકા
0
0
0
ગાંધીનગર
1
0
0
ગાંધીનગર કોપોરેશન
9
0
6
ગીર સોમનાથ
3
0
0
જામનગર
2
0
0
જામનગર કોપોરેશન
2
0
3
જુનાગઢ
0
0
0
જુનાગઢ કોપોરેશન
0
0
0
ખેડા
1
0
2
કચ્છ
5
0
5
મહીસાગર
0
0
0
મહેસાણા
12
0
12
મોરબી
34
0
23
નમજદા
0
0
0
નવસારી
4
0
2
પાંચમહાલ
1
0
1
પાટણ
1
0
0
પોરબંદર
3
0
4
રાજકોટ
22
0
17
રાજકોટ કોપોરેશન
22
0
22
સાબરકાંઠા
14
0
6
સુરત
6
0
11
સુરત કોપોરેશન
31
1
21
સુરેન્દ્રનગર
1
0
2
તાપી
0
0
0
વડોદરા
3
0
23
વડોદરા કોપોરેશન
25
0
11
વલસાડ
6
0
4
કુલ
338
1
274
ગઈકાલે ગુજરાતમાં 381 નવા કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 381 નવા કેસ નોંધાયા હતા.