Home /News /ahmedabad /Breaking News: કોરોના વાયરસના 262 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં એક દર્દીનું મોત; બે દિવસમાં 148 ટકા કેસ વધ્યાં

Breaking News: કોરોના વાયરસના 262 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં એક દર્દીનું મોત; બે દિવસમાં 148 ટકા કેસ વધ્યાં

ફાઇલ તસવીર

Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં 2 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે. જ્યારે 146 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 2 દિવસમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. બીજી તરફ, છેલ્લા 2 દિવસમાં જ કોરોના વાયરસના કેસમાં 148 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?



  • અમદાવાદ કોર્પોરેશન - 142

  • મોરબી - 18

  • સુરત કોર્પોરેશન - 17

  • રાજકોટ કોર્પોરેશન - 15

  • વડોદરા - 10

  • વડોદરા કોર્પોરેશન - 9

  • અમરેલી - 7

  • રાજકોટ - 7

  • મહેસાણા - 5

  • સુરત - 4

  • આણંદ - 3

  • ભરૂચ - 3

  • ગાંધીનગર - 3

  • ગાંધીનગર કોર્પોરેશન - 3

  • બનાસકાંઠા - 2

  • કચ્છ - 2

  • નવસારી - 2

  • અમદાવાદ - 1

  • અરવલ્લી - 1

  • ભાવનગર - 1

  • જામનગર કોર્પોરેશન - 1

  • જૂનાગઢ કોર્પોરેશન - 1

  • ખેડા - 1

  • પાટણ - 1

  • પોરબંદર - 1

  • સાબરકાંઠા - 1

  • સુરેન્દ્રનગર - 1


146 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા


આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 262 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1179 એક્ટિવ કેસ છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 4 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1175 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો


ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા.
First published:

Tags: Coronavirus cases in Gujarat, Coronavirus in Gujarat, Coronavirus Update

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો