અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. જ્યારે 45 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 179 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 655 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ઉપરાંત 4 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
છેલ્લા ઘણાં સમયથી કેસ વધ્યાં
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા.