Home /News /ahmedabad /ગુજરાતમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, બે દિવસથી કેસમાં ઘટાડો પરંતુ એક્ટિવ કેસ 48 કલાકમાં 123 ટકા વધ્યાં
ગુજરાતમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, બે દિવસથી કેસમાં ઘટાડો પરંતુ એક્ટિવ કેસ 48 કલાકમાં 123 ટકા વધ્યાં
કોરોના વાયરસના કેસમાં બે દિવસથી સતત ઘટાડો
Gujarat Coronavirus Update: છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના નવા કેસ સતત ઘટી રહ્યા છે. પરંતુ કોરોનાના એક્ટિવ કેસમાં 100 ટકા કરતાં વધુ વધારો જોવા મળ્યો છે. જ્યારે 5 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 52 કેસ નોંધાયા છે. જ્યારે 48 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
કોરોના કેસની વિગતવાર માહિતી
અમદાવાદ કોર્પોરેશન - 52
રાજકોટ કોર્પોરેશન - 12
સુરત કોર્પોરેશન - 12
વડોદરા કોર્પોરેશન - 7
સાબરકાંઠા - 5
વડોદરા - 5
મહેસાણા - 3
રાજકોટ - 3
અમદાવાદ - 2
આણંદ - 2
ભાવનગર કોર્પોરેશન - 2
મહિસાગર - 2
નવસારી - 2
અમરેલી - 1
અરવલ્લી - 1
ભરૂચ - 1
ભાવનગર - 1
કચ્છ - 1
મોરબી - 1
પોરબંદર - 1
સુરેન્દ્રનગર - 1
વલસાડ - 1
48 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 118 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 810 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 805 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
9 દિવસ બાદ કેસમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ નોંધાયા હતા. 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા.