Home /News /ahmedabad /Gujarat Coronavirus: ગુજરાતમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 500ને પાર

Gujarat Coronavirus: ગુજરાતમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 500ને પાર

ગુજરાતમાં કોવિડ 19 કેસ

Gujarat Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યાના સમાચાર સામે આવી છે. બદતા વાતાવરણને કારણે ફરી એકવાર કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં કોરોમા વાયરસના કેસ 121ને પાર થઈ ગયા છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યાના સમાચાર સામે આવી છે. બદલાતા વાતાવરણને કારણે ફરી એકવાર કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 121ને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં 130 ટકા જેટલો વધારો થયો છે. આરોગ્ય તંત્ર દ્વારા ફરી ગુજરાતીઓએ સાવધાન રહેવાની સુચના આપવામાં આવી છે. આ સાથે જો કોઈ પણ પ્રકારના આવા લક્ષણો જણાતો સત્વરે સારવાર કરાવી જરૂરી છે.

કોરોના કેસમાં સતત વધારો


લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આ સાથે રાજ્યમાં કેસો પણ વધી રહ્યો છે. નોંધનીય છે કે, આ બેવડી ઋુતુના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે, તે રાજ્યોને પત્ર લખી સાવધાન રહેવાની જાણ કરી છે. આ સાથે ગુજરાતમાં છેલ્લે બે દિવસથી કેસ વધી રહ્યા છે. જેથી આ મામલે આરોગ્ય તંત્ર પણ સજાગ બની ગયું છે.

આ પણ વાંચો: કઠલાલના દાદાના મુવાડા ગામમાં જમીનના રાતોરાત દસ્તાવેજો થઈ ગયા


ગુજરાતમાં નવા નોંધાયેલા કોરોના કેસના આંકડા
જિલ્લોકેસજિલ્લોકેસ
અમદાવાદ49બનાસકાંઠા2
રાજકોટ19ગાંધીનગર2
સાબરકાંઠા6ભરૂચ2
વડોદરા4સુરેન્દ્રનગર2
ભાવનગર3દાહોદ1
વલસાડ3નવસારી1

ગુજરાતમાં કોરોના કેસ 100ને પાર


મળતી વિગતો પ્રમાણે આજે ગુજરાત રાજ્યમાં 121 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યારે કુલ 521 કેસ એક્ટિવ છે. જેથી રાજ્ય માટે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, 1,183 લોકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.


11,047 દર્દીના મોત નીપજ્યા


ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા.
First published:

Tags: Ccoronavirus, Corona News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો