Home /News /ahmedabad /રેમડેસિવીર ઇન્જેક્શન શું ખરેખર કોરોના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે? જાણો WHOનો મત

રેમડેસિવીર ઇન્જેક્શન શું ખરેખર કોરોના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે? જાણો WHOનો મત

રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લાઇનોમાં ઉભા રહી કલાકો રાહ જોતા લોકો

બીજી લહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે જે રીતે લોકો લાંબી લાઈનો અને કાળા બજારનો ભોગ બની રહ્યા છે તે આપણા તંત્ર માટે લાલ બતી સમાન છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને પોતાના ભરડામાં લીધો છે.તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ એક્ટીવ પેશન્ટની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ  ચાર મહાનગરોમાં જોવા મળી રહી છે. લોકો પોતાના સ્વજન ને બચાવવા માટે હૉસ્પિટલના બેડ અને રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા લાઈનો લગાવી રહ્યા છે. તેમાં પણ આ બીજી લહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે જે રીતે લોકો લાંબી લાઈનો અને કાળા બજારનો ભોગ બની રહ્યા છે તે આપણા તંત્ર માટે લાલ બતી સમાન છે.

રેમડેસિવીર ઇન્જેક્શનની વિપરીત અસર નોંધાઇ હતી

કોરોના સંક્રમણથી સંક્રમિત વ્યક્તિ જ્યારે હૉસ્પિટલમાં દાખલ થાય છે અને તેની તબિયતમાં તાત્કાલિક સુધારો નથી આવતો ત્યારે તબીબો દ્વારા તરત જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવા માટે પેશન્ટના સ્વજનને કહેવામા આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, તબીબી ક્ષેત્રે જાણતી જનરલ The Lancetમાં પ્રકાશિત થયેલા ક્લિનિકલ ટ્રાયલના ડેટા પ્રમાણે રેમડેસિવીર ઇન્જેક્શનએ કોરોનાથી ગંભીરી રીતે સંક્રમિત થયેલા દર્દીઓમાં ક્લિનિકલ ફાયદાઓ જોવા મળ્યા ન હતા.આ અભ્યાસ વર્ષે, 2020ના મેં મહિનામાં ચીનના હુબઇની 10 અલગ અલગ હૉસ્પિટલના 237 પેશન્ટ પર કરવામાં આવ્યો હતો.જેમાં 66 પેશન્ટ પર રેમડેસિવીર ઇન્જેક્શનની વિપરીત અસર નોંધાઇ હતી. જ્યારે 12 ટકા પેશન્ટ પર રેમડેસિવીર ઇન્જેક્શનની વિપરીત અસરના પરિણામે તેમની સારવાર અટકાવી પડી હતી.

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો,' સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના થશે

રેમડેસિવીર ઇન્જેક્શનએ મૃત્યું દર ઓછો કરવા માટે મદદ રૂપ નથી

તો The Lancet જનરલમાં 17 ડિસેમ્બર 2020માં પ્રકાશિત એક કમેન્ટમાં જણાવ્યું છે કે, યુરોપના 30 અલગ અલગ દેશોના 405 હૉસ્પિટલના 5 હજાર 451 પેશન્ટ પર 10 દિવસનો રેમડેસિવીર ઇન્જેક્શનનો કોર્સ આપવા આવ્યો. જેના ડેટાના આધારે જોવા મળ્યું કે, રેમડેસિવીર ઇન્જેક્શનએ મૃત્યું દર ઓછો કરવા માટે મદદ રૂપ થતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ આ ડેટાના આધારે અભ્યાસ કરી જણાવ્યું છે કે, રેમડેસિવીર ઇન્જેક્શન એ મૃત્યુ દર ઓછો કરવા માટે મદદ રૂપ સાબિત થતું નથી.જો રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો હોય તો તે શરતી ભલામણ કરવામાં આવી છે.

રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યા પર લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

 'રેમડેસિવીર ઇન્જેક્શનએ પેશન્ટના રિકવરીમાં સમય ઘટાડી આપે છે'

The British medical જનરલમાં 20 નવેમ્બર 2020માં પ્રકાશિત થયેલા આર્ટિકલ પ્રમાણે રેમડેસિવીર ઇન્જેક્શનએ US CDC, Gilead science અને US AMRIIDના સંયુક્ત ટ્રાયલના પરિણામમાં રેમડેસિવીર ઇન્જેક્શનએ પેશન્ટના રિકવરીમાં સમય ઘટાડી આપે છે. આ સ્ટેટમેન્ટના પરિણામે રેમડેસિવીર ઇન્જેક્શન પર  વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત થયું. જેના પરિણામે UK અને યુરોપમાં તેનો વ્યાપક ઉપયોગ થયો પરંતુ તેનો ડેટા એ જાહેર હિતમાં જાહેર કરવામાં આવ્યા ન હતો. જ્યારે યુનિવર્સિટી ઓફ બર્મિગમના પ્રોફેસર રોબિન ફેરનરે રેમડેસિવીર ઇન્જેક્શનને ખીસા કાપતો જુગાર જણાવ્યું છે.



એટલે કે જે રેમડેસિવીર ઇન્જેક્શનને આપણા લોકોએ સંજીવની જડીબુટી સમજી રહ્યા છે તે વધુ ખર્ચાળ તો છે જ પરંતુ સાથે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મેડિકલ જનરલ અને WHO પણ તેની અસરકારકતાના પરિણામોથી સંતુષ્ટ નથી જણાતું.
First published:

Tags: Coronavirus, Covid Patient, Remdesivir injection, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો