અમદાવાદ : ડાયાબિટીસના દર્દીઓ માટે ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં સામાન્ય વ્યક્તિઓ કરતા ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ચારથી પાંચ ગણી વધુ હોય છે. એટલું જ નહીં કોરોના થયેલા ડાયાબિટીસના દર્દીઓ માં કોરોનાના કારણે મોતનું જોખમ પણ ચારથી પાંચ ગણું હોવાનું તથ્ય જાણીતા ડાયાબિટોલોજિસ્ટ મનીષ અગ્રવાલે રજૂ કર્યું છે. જેથી આવા દર્દીઓને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ તબીબો આપી રહ્યા છે.
દેશમાં ડાયાબીટીસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓમાં ચીન પહેલા નંબરે અને ભારત બીજા નંબરે છે. પરંતુ જે પ્રકારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતા આગામી 2025માં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત પહેલા નંબર પર હશે. એકતરફ હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ચારથી પાંચ ગણી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે એમડી પીએચડી ડાયાબિટોલોજિસ્ટ મનીષ અગ્રવાલ જણાવે છે કે, ભારતમાં ડાયાબિટીસના 8 કરોડ દર્દીઓ છે. અંદાજે 8 કરોડ એવા લોકો પણ છે જેમને ડાયાબીટીસ હોઈ શકે છે. જો સ્ક્રીનિગ કરવામાં આવે તો આવા દર્દીઓ સામે આવી શકે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા નંબરે છે. ગુજરાત. આ 14.8 ટકા દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં 9.1 ટકા દર્દીઓ છે. અર્બન વિસ્તારમાં ડાયાબીટીસ નું પ્રમાણ વધુ હોવાનું કારણ શહેરી વિસ્તારમાં જંક ફૂડ વધુ આરોગવામાં આવે છે. જમવાનું સમયસર હોતું નથી . તેમજ બેઠાડુ જીવન અને કસરતનો અભાવ હોય છે. જ્યારે ગ્રામ્યના લોકો જંકફૂડથી બને ત્યાં સુધી દૂર રહે છે અને શુદ્ધ અને તાજો ખોરાક લે છે. હાલમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ટીબી, હૃદય રોગ કરતા પણ ડાયાબિટીસના દર્દીઓમાં મોતનું જોખમ વધી જાય છે. જેથી આવા લોકો એ ડાયાબીટીસ ને કન્ટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે. સાથે જ ઘરે બેઠા ગ્લુકોમિટરથી ડાયાબીટીસ મોનીટર કરવું, કસરત કરવી, યોગા મેડિટેશન કરવુ અને વધુ પ્રમાણમાં લીકવિડ લેવું જોઈએ.
આ પણ જુઓ -
" isDesktop="true" id="1014837" >
મહત્વનું છે કે, કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે એવામાં 10 વર્ષથી નીચેના બાળકો જેમને ટાઈપ 1 ડાયાબીટીસ છે અને 60 વર્ષથી ઉપરના લોકો જેમને ટાઈપ 2 ડાયાબીટીસ છે તેઓએ બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું હિતાવહ હોવાનું તબીબો માની રહ્યા છે.