Home /News /ahmedabad /Coronavirus Update: ફરી એકવાર કોરોનાનો ઉથલોઃ લગ્નનું આયોજન કર્યુ હોય તો રાહ જોજો, ગાઇડલાઇન આવે તેવી શક્યતા
Coronavirus Update: ફરી એકવાર કોરોનાનો ઉથલોઃ લગ્નનું આયોજન કર્યુ હોય તો રાહ જોજો, ગાઇડલાઇન આવે તેવી શક્યતા
શું સરકાર ફરીવાર કોરોના નિયંત્રણ માટે ગાઇડલાઇન બહાર પાડશે?
Coronavirus Update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના બે કેસ જોવા મળ્યા છે. ત્યારે હાલ જે ઘરમાં લગ્ન પ્રસંગનું આયોજન કર્યુ હોય તેમણે રાહ જોવી પડશે. કારણ કે સરકાર કોરોના ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા છે.
અમદાવાદઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને જાણ કરી છે અને કોરોના અંગે એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે ગમે ત્યારે સરકાર ફરી એકવાર કોરોના ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતાઓ છે.
ફરીથી ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા
હાલ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના બે કેસ સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ઉપરાંત બીજી અને ત્રીજી લહેરમાં જે કોરોના ગાઇડલાઇન બહાર પાડી હતી અને નિયંત્રણ મૂક્યાં હતા. તેવાં જ નિયંત્રણ ફરીથી મૂકવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, કમૂરતાં પૂરા થતાં જ ફરીથી લગ્નસરાની સિઝન ચાલુ થશે. ગુજરાતમાં આ કોરોના વાયરસના તમામ નિયંત્રણો દૂર થયેલા હોવાથી મોટા પ્રમાણમાં લોકોએ લગ્ન ગોઠવ્યા હતા. તેથી જો આગામી સમયમાં તમારા ઘરમાં લગ્ન હોય તો થોડી રાહ જોજો. કારણ કે, જો કોરોનાના કેસ વધ્યાં તો સરકાર ફરીથી ગાઇડલાઇન જાહેર કરે તેમાં નવાઈ નહીં.
માત્ર 100 લોકોને ભેગાં થવાની મંજૂરી મળે તેવી શક્યતા
કોરોના ગાઇડલાઇનની વાત કરવામાં આવે તો, બીજી લહેર વખતે સરકારે માત્ર 100 જેટલાં લોકોને ભેગા કરવાની છૂટછાટ આપી હતી. ત્યારબાદ લગ્ન સ્થળની કેપેસિટી કરતાં 50 ટકા લોકોને જ આવવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળશે તો સરકાર આવા જ નિયંત્રણો સાથે ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા છે. ત્યારે જે ઘરમાં લગ્નનું આયોજન કરવામાં આવશે તેમાં ઘણી અડચણો ઊભી થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં ચીનથી આવેલો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ ચીન બાદ અનેક દેશોમાં કોરોનાને લીધે સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં પણ આગમચેતીના પગલાંરૂપે તૈયારીઓના આદેશ અપાયા છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં વિવિધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.