Home /News /ahmedabad /Gujarat Corona Update: જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, જાણો કયા કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના 2935 એક્ટીવ કેસ છે.

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 374 કેસો નોંધાયા છે. જ્યારે 451 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.90 ટકા નોંધાયો છે.

Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં વધઘટ જોવા મળી રહી છે. આજે 19 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 374 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 451 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.90 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી બે દર્દીના મોત નિપજ્યા છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 19 ઓગસ્ટ 2022 શુક્રવારના રોજ રાજ્યમાં નવા 374 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 144 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10996 પર પહોંચી ગયો છે. જોકે આજે રાજ્યમાં કોરાનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

આ પણ વાંચો- સુરતમાં મેહુલ બોઘરાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં પોલીસ કોન્સ્ટેબલે વધુ એક કાંડ કરી નાંખ્યો

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 144, વડોદરા કોર્પોરેશન 51, મહેસાણા 21, વડોદરા 20, રાજકોટ 19, રાજકોટ કોર્પોરેશન 14, સુરત કોર્પોરેશન 12, વલસાડ 11, સાબરકાંઠા 10, ગાંધીનગર કોર્પોરેશન 9, ગાંધીનગર 7, ભાવનગર કોર્પોરેશન 6, ડાંગ 5, સુરત 5, ભરૂચ 4, મોરબી 4, નવસારી 4, અમદાવાદ 3, અમરેલી 3, આણંદ 3, કચ્છ 3, પંચમહાલ 3, તાપી 3, બનાસકાંઠા 2, પાટણ 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, ખેડા 1, મહીસાગર 1, પોરબંદર 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો- સુરતમાં 40 જોડી કપડા અને અઢી લાખ રૂપિયા લઇ ભાગેલી 'લૂંટેરી દુલ્હન' ઝડપાઇ

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 2935 એક્ટીવ કેસ છે જે પૈકી 23 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2912 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,53,361 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10996 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,01,836 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,07,07,443 લોકોનું રસીકરણ થયું છે.
First published:

Tags: Gujarat corona cases, Gujarat Corona cases Updates, Gujarat Corona Numbers, Gujarat Corona Vaccination