Home /News /ahmedabad /Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 113 કેસો નોંધાયા છે. જ્યારે 192 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 99.03 ટકા નોંધાયો છે.

    Gujarat corona update: ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 113 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 192 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 5 સપ્ટેમ્બર 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 113 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 27 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,016 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

    આ પણ વાંચો-રિવાબાએ પોતાના જન્મદિવસે યુવાનોને સૈન્યમાં ભરતી થવા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું 

    રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોપોરેશનમાં 27, સુરત કોર્પોરેશન 26, વડોદરા કોર્પોરેશન 19, સુરત 10, અમરેલી 3, ગાાંધીનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વલસાડ 3, ગાાંધીનગર 2, જામનગર 2, મહેસાણા 2, મોરબી 2, નવસારી 2, વડોદરા 2, અમદાવાદ 1, ભરૂચ 1, પંચમહાલ 1, પાટણ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.

    આ પણ વાંચો- સાવરકુંડલામાં ગણપતિને રૂપિયા 21 લાખની ચલણી નોટોનો શણગાર કરાયો

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1341 એક્ટીવ કેસ છે જે પૈકી 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1334 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,58,819 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,016 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97,790 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,41,54,114 લોકોનું રસીકરણ થયું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat corona cases, Gujarat Corona cases Updates, Gujarat corona vaccine drive, Gujarat CoronaUpdate

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन