Home /News /ahmedabad /આજે રાજ્યમાં 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

આજે રાજ્યમાં 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 3.77 લાખનું થયું રસીકરણ

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના(Coronavirus)નવા 12 કેસ નોંધાયા (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Corona cases: જાણો આજે રાજ્યમાં ક્યા ક્યા જિલ્લામાં કોરોનાના નવા કેસ આવ્યા અને ક્યા 30 જિલ્લા છે આબાદ

અમદાવાદ : રાજ્યમાં (Gujarat Corona virus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona virus)નવા 11 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 5.25 કરોડથી વઘુ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે


રાજયમાં 14મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 3 જિલ્લા અને 43શહેરમાં નોંધાયા છે. આ પૈકી કચ્છમાં 3, વડોદરા શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 2, ભાવનગરમાં 1, જામનગરમાં 1, સુરકત શહેરમાં 1 કેસ નોંધાયો છે. આ પૈકી રાજ્યમાં ક્યાંય કોરોનાના કેસ નોંધાયા નથી. કોરોના વાયરસ રસીની પ્રતિકાત્મક તસવીર


રાજ્યમાં 14મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 153 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 149 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,386 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુ થયા છે.


રાજ્યમાં આજે 14મી સપ્ટેમ્બરના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 3,77,994 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. આમ રાજ્યમાં રેપીડ રસીકરણ અને રાત્રિ કર્ફ્યૂના કારણે શહેરોમાં કોરોના વાયરસ કાબૂમાં છે.


દરમિયાન આજે રાજ્યમાં ફક્ત બીજો ડોઝ જ આપવામાં આવશે અમદાવાદ શહેરમાં 35817, સુરત શહેરમાં 40963, દાહોદમાં 17277, બનાસકાંઠામાં 13882, અમદાવાદ જિલ્લામા 14314, ભાવનગરમાં 13020, મહેસાણામાં 11242 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. કોરોના વાયરસ પ્રતિકાત્મક તસવીર
First published:

Tags: COVID-19, Gujarat corona cases, Gujarat Corona Vaccine

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો