અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે જેમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીનગર કમલમની ઓફિસમાં એક તરફ ઉજવણીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની ઓફિસની ધડિયાળ 12 વાગ્યા પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી. આ પરિણામ બાદ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ભારે રોષ છવાયો છે. કાર્યકર્તાઓએ અમદાવાગના કોંગ્રેસ કાર્યાલય પર લાગેલી પરિવર્તન ઘડિયાળ પણ તોડવાનો પ્રયાસ થયો છે.
કોંગ્રેસે 12 વાગ્યા પહેલા જ બંધ કરી ઘડિયાળ
નોંધનીય છે કે, 2018માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિપક્ષમાં હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીના 175 દિવસ પહેલા આ પ્રકારની ઘડિયાળ લગાવવામાં આવી હતી.
કોંગ્રેસ પરિવર્તનની ઘડિયાળ
ત્યાર બાદ કોંગ્રસની સત્તા આવી હતી. આ અંગે કોંગી નેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત ચૂંટણીમાં પણ પ્રચાર દરમિયાન લોકોની જે ભાવના હતી તેને પ્રતિબિંબ કરવા માટે આ ઘડિયાળ મુકવામાં આવી છે. આ ઘડિયાળમાં એક-એક સેકેન્ડનો હિસાબ છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે. તે દિવસે 12 વાગ્યે ઘડિયાળ બંધ થશે અને ભાજપની સરકાર સત્તાવિહીન બનશે.
ઘાટલોડિયાની જનતાએ સીએમને જંગી સંખ્યામાં મતો આપી વધાવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકની હાર થઇ છે. CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર રેેકોર્ડ બ્રેક 1 લાખ 91 હજાર મતોથી જીત થઇ છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિક મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 2,55,883 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું. ઘાટલોડિયા બેઠક પર કુલ 4,28,542 મતદારો છે. જેમાં 2,20,501 પુરુષ મતદારો અને 2,08,028 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.