લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ ભરશે આકરા પગલાં

ડભોઈના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા બાદ અન્ય પ્રતિનિધિઓ સામે પણ થશે કાર્યવાહી

News18 Gujarati
Updated: May 17, 2019, 3:40 PM IST
લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ ભરશે આકરા પગલાં
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: May 17, 2019, 3:40 PM IST
પ્રણવ પટેલ, અમદાવાદ: ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામગીરી કરનારા પ્રતિનિધિઓ પર પાર્ટીના નેતાઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આવામાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ આકરા પગલા ભરશે.

આટલું જ નહીં, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા આવા પ્રતિનિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે જ ગઇકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ડભોઇના 7 પ્રતિનિધિઓને સસ્પેન્ડ કર્યા હતા.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન લોકસભા ઉમેદવારો દ્વારા મળેલી ફરિયાદને ધ્યાનમાં લેવાઇ છે. આ મામલે ચૂંટણીના પરિણામો બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવશે.

આ પણ વાંચો: બિયારણમાં કોઇ કૌભાંડ નથી, ત્રણ દિવસમાં મામલો થાળે પડશે: CM રૂપાણી

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ જિલ્લા સહિત 20થી વધુ શહેરોના પ્રતિનિધિઓ સસ્પેન્ડ થશે. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને આવનાર સમયમાં આકરા પગલાં લેવા અંગે તખ્તો તૈયાર કરાયો છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...