Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનાં સુખરામ રાઠવા પણ આપશે રાજીનામું?

Gujarat Election 2022: ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનાં સુખરામ રાઠવા પણ આપશે રાજીનામું?

સુખરામ રાઠવાની ફાઇલ તસવીર

Gujarat Election: સુખરામ રાઠવા રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ સુખરામ રાઠવા સાથે વાત કરીને જ આ અંગે સ્પષ્ટતા કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસનાં મોટા નેતા મોહનસિંહ રાઠવનાં રાજીનામાં આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસનાં પાવીજેતપુરનાં સુખરામ રાઠવા રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ તેવી સંભાવના ચર્ચાઇ રહી હતી. આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ સુખરામ રાઠવા સાથે વાત કરીને જ આ અંગે સ્પષ્ટતા કરી છે.

    'સુખરામ રાઠવા ના જાય'


    રાજીનામાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાએ જણાવ્યુ છે કે, સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી ના જાય. મોહનસિંહ રાઠવા અમારા વરિષ્ઠ નેતા છે અને મારા સંબંધી પણ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર કોંગ્રેસમાંથી ગયા છે. તેઓ અમને માર્ગદર્શન આપતા હતા.

    આ પણ વાંચો: Election Live: આપના આ ઉમેદવારના નામ સામે વિરોધ

    'પાર્ટી જે કહેશે તે કરીશ'


    વધુમાં તેમણે જણાવ્યુ કે, 'મોહનસિંહનાં રાઠવાનાં પુત્ર ચૂંટણી લડશે તો તેની સામે ઉભા કોંગ્રેસના નેતાનો પ્રચાર કરવા જશો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, મોહનસિંહ રાઠવાનાં પુત્ર તેમના વિસ્તારમાં લડશે હું મારા વિસ્તારમાં લડીશ પ્રચાર કરીશ. હું મારા ઉમેદવાર માટે તો પ્રચાર કરીશ જ. હું પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટી જે કહેશે તે કરીશ.'

    મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા


    નોંધનીય છે કે, કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસની ટિકિટ સાથે છોટાઉદેપુરથી 11 વખત પ્રતિનિધિ કરી ચુકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના કેસરિયા કર્યા છે. કોંગ્રેસમાંથી ઘણા સિનિયર નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવા ભાજપમા જોડાઈ ગયા છે.


    ઉલ્લેખનીય છે કે, તેમણે કોંગ્રેસમા પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. મળતિ વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन