Home /News /ahmedabad /Gujarat Congress: ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની છઠ્ઠી યાદી જાહેર, 21 ધારાસભ્યોને કરાયા રિપિટ

Gujarat Congress: ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની છઠ્ઠી યાદી જાહેર, 21 ધારાસભ્યોને કરાયા રિપિટ

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 33 ઉમેદવાર જાહેર

Gujarat Election update: 33 ઉમેદવારોમાંથી નવ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારોનો સમાવેશ કર્યો છે જ્યારે 15 OBC ઉમેદવાર છે અને ત્રણ પાટીદારને ટિકિટ આપવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત ચૂંટણીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જેમને ટિકિટ નથી મળી તેવા કેટલાક મુરતિયાઓ અન્ય પક્ષ કે અપક્ષમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તમામ વચ્ચે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. આ પહેલા પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી.

    15 ઓબીસી ઉમેદવારો


    જેમાં 21 ધારાસભ્યો રિપિટ કરાયા છે. 33 ઉમેદવારોમાંથી નવ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારોનો સમાવેશ કર્યો છે જ્યારે 15 OBC ઉમેદવાર છે અને ત્રણ પાટીદારને ટિકિટ આપવામાં આવી છે.
    બેઠકઉમેદવારનું નામ
    વાવગેનીબેન ઠાકોર
    થરાદગુલાબસિંહ રાજપુત
    દાંતાકાંતિભાઇ કાળાભાઇ ખરાદી
    વડગામજીગ્નેશ મેવાણી
    રાધનપુરરધુભાઇ દેસાઇ
    ચણાસમાદિનેશભાઇ ઠાકોર
    પાટણડો. કિરિટકુમાર પટેલ
    સિદ્ધપુરચંદનજી ઠાકોર
    વિજાપુરસી.જે ચાવડા
    ખેડબ્રહ્માતુષાર ચૌધરી
    મોડાસારાજેન્દ્રસિંહ ઠાકોર
    માણસાઠાકોર બાબુસિંહ મોહનસિંહ
    કાલોલબળદેવજી ઠાકોર
    વેજલપુરરાજેન્દ્ર પટેલ
    વટવાબળવંતભાઇ ગઠવી
    નિકોલરણજીત બારડ
    ઠક્કરબાપાનગરવિજયકુમાર બ્રહ્મભટ્ટ
    બાપુનગરહિંમતસિંહ પટેલ
    દરિયાપુરગ્યાસુદ્દીન શેખ
    જમાલપુર-ખાડિયાઇમરાન ખેડાવાલા
    દાણીલીમડાશૈલેષ પરમાર
    સાબરમતીદિનેશ મહિડા
    બોરસદરાજેન્દ્રસિંહ પરમાર
    આંકલાવઅમિત ચાવડા
    સોજીત્રાપુનમભાઇ પરમાર
    મહુધાઇન્દ્રજીતસિંહ પરમાર
    ગરબાડાચંદ્રિકાબેન બારિયા
    વાધોડિયાસત્યજીતસિંહ ગાયકવાડ
    છોટાઉદેપુરસંગ્રામસિંહ રાઠવા
    જેતપુરસુખરામભાઇ રાઠવા
    ડભોઇબાલકિશન પટેલ


    કોંગ્રેસનાં કુલ ઉમેદવાર


    ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે શનિવારે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને જેમા કુલ 9 નામો જાહેર કર્યા હતા. અને આજે પાંચમી યાદીમાં 6 નામો જાહેર કર્યા છે. આ બાદ કોંગ્રેસે છઠ્ઠી યાદીમાં કુલ 33 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 143 ઉમેદવારો જાહેર કર્યા છે.

    કોંગ્રેસ ઉમેદવારોની યાદી


    કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ વખતે પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन