Home /News /ahmedabad /કોંગ્રેસમાં વધુ એક વિવાદ: જગદીશ ઠાકોરની હાકલપટ્ટી કરવાની માંગ કરનાર રઘુ દેસાઇ કોણ છે?

કોંગ્રેસમાં વધુ એક વિવાદ: જગદીશ ઠાકોરની હાકલપટ્ટી કરવાની માંગ કરનાર રઘુ દેસાઇ કોણ છે?

રધુ દેસાઇ

Gujarat Politics: હાલ રઘુ દેસાઇનાં લેટર બોમ્બને કારણે કોંગ્રેસમાં ભૂકંપ આવ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામમાં ભાજપની ઐતિહાસિક જીત થઇ છે. ત્યારે કોંગ્રેસમાં એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. કોંગ્રેસનાં જ પૂર્વ એમએલએ રઘુ દેસાઇએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રઘુ દેસાઇએ જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરતો પત્ર મલ્લિકાર્જુન ખડગેને લખ્યો છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે. તો આ રઘુ દેસાઇ કોણ છે તેમની રાજકીય કારકીર્દી પર એક નજર કરીએ.

અલ્પેશ ઠાકોરને હરાવ્યો હતો


રઘુ દેસાઇ આ વખતે રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ભાજપના  લવિંગજી ઠાકોર ઉભા હતા. આ વખતે આ બેઠક પર ભગવો લહેરાયો હતો. જ્યારે વર્ષ 2017માં  આ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષપલટો કરી ભાજપમાં જોડાઇ રાજીનામું આપ્યું હતું. જે બાદ અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હતા. તેમનો જંગ કોંગ્રેસના રઘુ દેસાઈ વચ્ચે થયો હતો. પરંતુ આમા અલ્પેશ પર વિશ્વાસ ન મૂકતાં પ્રથમ રાઉન્ડથી જ 880 મતની લીડ સાથે કોંગ્રેસ છેલ્લા રાઉન્ડ સુધી આગળ રહી હતી. અલ્પેશ અંતે 3814 મતોથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ MLAએ ખડગેને લખ્યો પત્ર

કથિત ઓડિયો પણ થયો હતો દાખલ


થોડા સમય પહેલા રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇનો કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ જમીન લે-વેચ મુદ્દે ધમકી આપી રહ્યાં હોય તેવું સંભળાઇ રહ્યુ હતુ. રઘુ દેસાઇ જમીન લે-વેચના બાકી નીકળતાં પૈસા મુદ્દે ઓડિયોમાં ધમકી આપી રહ્યા હતા. ઓડિયોમાં કહે છે કે, વ્યાજ નહીં આપે તો તને લાંબો કરી દઇશ. તું કોની સાથે વાત કરે છે ખબર છે તને. ખોટી જમીન છે પૈસા આપ અથવા વ્યાજ આપ તેવી ઓડિયોમાં વાત કરવામાં આવી રહી છે. ત્યારે કથિત ઓડિયો મુદ્દે રઘુ દેસાઇએ તે સમયે કહ્યું હતુ કે, આ ઓડિયો ડુપ્લીકેટ છે અને મને બદનામ કરવાનું ષડયંત્ર છે.

આ પણ વાંચો: 'પોલીસ દેવાયત ખવડના ખિસ્સામાં છે!'

લેટર બોમ્બનો વીડિયો


લેટર બોમ્બ અંગે રઘુ દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, એ લોકોએ ભાજપની તરફેણમાં કામ કર્યું હતું. મારી સામે લવિંગજી ઠાકોર ઉમેદવાર હતા. તેમણે 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. મેં પણ ટિકિટ માંગી હતી. અલ્પેશ ઠાકોરને રાધનપુર મોકલ્યા તો લવિંગજીને રાતોરાત ભાજપમાં કોણે મોકલ્યા હતા? જગદીશ ઠાકોરને પૂછો કે લવિંગજી ઠાકોર કોનો માણસ છે?



આ ઉપરાંત તેમણે કહ્યુ કે, 2017માં તેમને કેમ ભાજપમાં મોકલી ત્યાંથી ટિકિટ અપાવી, અલ્પેશ ઠાકોરને હરાવવા માટે. એમના સમર્થકોએ વિરુદ્ધમાં કામગીરી કરી અને તેમને રોક્યા નહીં તો જગદીશ ઠાકોર તેમની જવાબદારીમાંથી છટકી ના શકે. જેના માથે આખી કોંગ્રેસને કન્ટ્રોલ કરવાની જવાબદારી હોય તે પાંચ માણસોને કન્ટ્રોલના કરી શકે તો કોંગ્રેસની સરકાર બને ક્યાંથી?
First published:

Tags: Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ