Home /News /ahmedabad /

રાહુલ ગાંધી ફરી એકવાર આવશે ગુજરાત, આદિવાસી સત્યાગ્રહ જાહેર સભાને કરશે સંબોધન

રાહુલ ગાંધી ફરી એકવાર આવશે ગુજરાત, આદિવાસી સત્યાગ્રહ જાહેર સભાને કરશે સંબોધન

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

Gujarat Congress: કોંગ્રેસનો હિન્દુ રાગ, શહેરી વિસ્તારમાં કોંગ્રેસ રામકથા, હનુમાન ચાલીશા પાઠ, સુંદર કાંડ , ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રીનું આયોજન કરશે

અમદાવાદ: ભાજપના કટ્ટર હિન્દુત્વ સામે હવે કોંગ્રેસે (Gujarat Congress) પણ હિન્દુત્વ તરફ દોટ મુકી છે. બિનસાપ્રદાયિક પાર્ટી ગણાતા કોંગ્રસ શહેરી વિસ્તારમાં મજબુત થવા કમરકસી છે . ત્યારે કોંગ્રસ પણ હાર્ડકોર હિન્દુત્વ તરફ જઇ રહી છે. શહેરી વિસ્તારમાં આગામી સમયમાં કોગ્રેસ દ્વારા ગરબા આયોજન અને રામ કથાઓ આયોજન થાય તો નવાઇ ન પામતા કારણ કે, ગુજરાત કોંગ્રેસ હવે શહેરી વિસ્તારમાં મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરશે. આ સાથે સમાચાર મળી રહ્યા છે કે, રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે. આગામી 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા આદિવાસી સત્યાગ્રહ જાહેર સભાને સંબોધન કરશે.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ ન્યુઝ ૧૮ ગુજરાત સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં શહેરી વિસ્તારમાં રામ કથા, હનુમાન ચાલીસા, સુંદર પાઠ , ગણેશ પૂજન, મહાદેવ આરતી અને નવરાત્રીનું આયોજન કરશે. શ્રાવણ મહિનામાં મહાદેવ પૂજાનું આયોજન કરાશે. ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ સામુહિક આયોજનો કરશે.

વધુમા નિરવ બક્ષીએ કહ્યું હતુ કે, દેશમાં હિન્દુત્વ નામે આજે જુઠ્ઠી પાર્ટી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ તમામ સમાજને સાથે લાવી ભારત જોડો અભિયાન કરશે. હિન્દુત્વ નામે ભાજપે લોકોને અલગ કર્યા અને અમે જોડવાનું કામ કરીશું. કોંગ્રેસ કાર્યકર્તા ઇદ મિલનના પણ જાય છે અને ગણેશ પૂજન તેમજ હનુમાન ચાલીશા પણ કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? વરસાદ અંગે અંબાલાલ પટેલનું અનુમાન

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પણ છેલ્લા અનેક મહિનાઓથી રસ્તાઓ પર જઇ પદયાત્રા કરી છે. લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આગામી સમયમાં હજુ આક્રમક રીતે કોંગ્રેસ લોકોના પ્રશ્ને લડશે.

આ પણ વાંચો: USની કોર્ટમાં જ ઉત્તર ગુજરાતના યુવાનોનો ફૂટ્યો ભાંડો, IELTSમાં 8 બેન્ડ કઇ રીતે આવ્યા

નોંધનીય છે કે, 2022 વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાશે . તે પહેલા રાજકિય પક્ષો પોતાના એજન્ટા સાથે પ્રજા સમક્ષ જશે. ભાજપના કટ્ટર હિન્દુત્વ સામે કોગ્રેસ પણ શોફ્ટ હિન્દુત્વ તરફ વળી છે . ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી દ્વારા યાત્રા કાઢવામા આવી હતી . તે સમયે રાહુલ ગાંધી ગુજરાતના તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કર્યા હતા તેમજ સમાજિક ધાર્મિક સ્થળોની પણ મુલાકાત કરી હતી. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ હિન્દુત્વ રાગ આલાપશે.

ગુજરાતના આઠ મહાનગર અને સેમિ અર્બન વિસ્તારમાં મોટા ભાગના બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે . ત્યારે કોંગ્રેસ માત્ર શહેરી વિસ્તારમાં ૬ બેઠક જીતી શકી છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ જેવા મોટા શહેરમાં કોંગ્રેસ બેઠક મજબુત કરવા ભાજપ સામે કોંગ્રેસ પણ હિન્દુત્વ તરફ આગળ જશે . જોવાનું રહે છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસનો પ્રયોગ કેટલો સફળ થાય છે .
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022, રાહુલ ગાંધી

આગામી સમાચાર