ભાજપની નીતિના કારણે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છેઃ અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

News18 Gujarati
Updated: April 20, 2019, 3:25 PM IST
ભાજપની નીતિના કારણે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છેઃ અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની તસવીર
News18 Gujarati
Updated: April 20, 2019, 3:25 PM IST
પ્રણવ પટેલ, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો આવતી કાલે રવિવારે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મતદાનના થોડા કલાકો બાકી છે ત્યારે અમિત ચાવડેએ પ્રેસકોન્ફરન્સ કરીને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતીય જનાતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે આજે ખેડૂત આર્થીક રીતે પાયમાલ થયો છે. ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે. અને સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા હોવાની રૂપાણી સાહેબ વાતો કરતા હોય તો. ગુજરાતમાં ખેડૂત આત્મહત્યા શું કામ કરી રહ્યો છે.

પાક વિમા માટે શું કામ ખેડૂત રસ્તા ઉપર ઉતર્યો છે. ખેડૂતોને વિજળી દિવસે કેમ નથી મળી રહી. ખેડૂતો અંગેના તમામ પ્રશ્નો અમિત ચાવડેએ પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવ્યો હતો.

કોંગ્રેસે હંમેશા ખેડૂચોની ચિંતા કરી છે. યુપીએની સરકાર સમયે ખેડૂતોના 72000 કરોડ રૂપિયાના દેવા માફ કરી ખેડૂતોને આર્થીક તકલિફમાંથી બહાર લાવ્યા હતા. રાહુલ ગાંધીનું નેતૃત્વ જે બોલે છે એ કરી બતાવવા વાળું નેતૃત્વ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને કર્ણાટક તમામ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની વિચારધારા ખેડૂતોના વિકાસ માટેની રહી છે.
First published: April 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...