Home /News /ahmedabad /

Gujarat Politics: પ્રદેશ કોંગેસના પ્રભારી રઘુ શર્માની વિદાય નિશ્ચિત?!

Gujarat Politics: પ્રદેશ કોંગેસના પ્રભારી રઘુ શર્માની વિદાય નિશ્ચિત?!

રઘુ શર્મા ફાઈલ તસવીર

Gujarat Political news: વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી છે અને જેના ભાગરૂપે હવે કોંગ્રેસની ટિકીટ ઉપર બેથી વધારે ટર્મ ઉપર ચૂંટણી લડેલા અને હારેલા ઉમેદવારોને કોંગ્રેસ ઘેરભેગા કરી દેશે. 

અમદાવાદ: કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની (Congress Prabhari) કામગીરીથી હાઈકમાન્ડ નારાજ છે અને હવે પ્રભારી તરીકે મુકુલ વાસનિકને જ્વાબદારી સોંપી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.  રઘુ શર્માનો (Raghu sharma) કાર્યકાળ હજુ ચાલુ છે અને એ કાર્યકાળ દરમિયાન ૧ર જેટલા નેતાઓએ કોંગ્રેસ છોડી છે. જેમાં જયરાજસિંહ પરમાર, અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, કેવલ જાહેષીયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, કૈલાસ ગઢવી, સાગર રાયકા, મણિલાલ વાઘેલા, હીરાભાઈ પટેલ, દલપત વસાવા, ખુમાનસિંહ વસિયા અને વશરામ સાગઠીયાનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) લઇ કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી છે અને જેના ભાગરૂપે હવે કોંગ્રેસની ટિકીટ ઉપર બેથી વધારે ટર્મ ઉપર ચૂંટણી લડેલા અને હારેલા ઉમેદવારોને કોંગ્રેસ ઘેરભેગા કરી દેશે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કહી ચૂક્યા છે કે, આવનારી ચૂંટણીમાં યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને સિદ્દાર્થ પટેલ જેવા નેતાઓ સતત ચૂંટણી હારતા આવ્યા છે ત્યારે ર૦રરના ચૂંટણી જંગમાં કોંગ્રેસ તેમના નામ ઉપર કાતર ફેરવી શકે છે અને સ્વચ્છ પ્રતિભા અને નિર્વિવાદ યુવા ઉમેદવારોને ટિકીટ મળી શકે છે.

અગાઉ દ્વારકા ચિંતન શિબિરમાં પણ આ મામલે ચિંતન કરાયું હતું. ર૦રરનો ચૂંટણી જંગ જીતવા માટે કોંગ્રેસ હવે વારંવાર હારતા ઉમેદવારો ઉપર દાવ લગાવશે નહીં તે પાક્કું થઈ ચૂક્યું છે. કોંગ્રેસના કહેવાતા કાગળ ઉપરના વાઘ જેવા નેતાઓને અત્યારથી તેની ગંધ આવી ચૂકી છે તો પણ ગમે તેમ કરીને ચૂંટણી લડવાના અભરખા સેવી રહ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ ગુજરાતના આવા નેતાઓની કોઇ વાતમાં આવવા માગતું નથી અને કડક નિર્ણય કરવાની દિશામાં આગળ વધી શકે છે.

૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના પ્રભાવ હેઠળ કોંગ્રેસને ખાસ્સો એવો કાયદો થયો હતો અને ૭૭ બેઠકો જીતી હતી. ૨૦૨૨માં આવું કોઈ જ આંદોલન નથી અને કોઇ મોટો મુદ્દો પણ નથી ત્યારે કોંગ્રેસ કેવો દેખાવ કરશે તેના ઉપર સૌની નજર છે.

આ પણ વાંચોઃ-પંચમહાલ: અકસ્માત બાદ પૂર્વ સાંસદના કાર ચાલકે એસટી બસના ડ્રાઇવરને માર્યો માર, મારામારીનો વીડિયો વાયરલ

૨૦૧૭માં કોંગ્રેસનો વોટ શેર ૪૧ ટકા રહ્યો હતો. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના ૧૬ ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદ આવ્યા હતા અને તેમણે આદિવાસી મહા સંમેલનને સંબોધન કર્યું હતું અને ર૦રરમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીનો આ દાવો કેટલો સાચો ઠરશે એ તો આવનારો સમય બતાવશે પણ જે રીતે રાજ્યમાં કોંગ્રેસ તૂટી રહી છે તે રોકવામાં નહી આવે તો કોંગ્રેસને ૨૦૨૨માં મોટો ઝાટકો લાગી શકે છે.

ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં મોટા ગાબડા પડી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. વર્ષ-૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પાટીદાર અનામત આંદોલનની તીવ્ર અસર હતી અને જેના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જે ભાજપ ૧૨૫ બેઠકો જીતવાનો દાવો કરતો હતો તેની બેઠકો ૯૯ ઉપર આવીને સમેટાઇ ગઈ હતી તો સામે કોંગ્રેસે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ૭૭ બેઠકો જીતી હતી.

જોકે, સત્તા માટે પનો ટૂંકો પડ્યો હતો અને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. રાજ્યમાં ભાજપે ૧૯૯૫ પછી ૨૦૧૭માં ૯૯ બેઠકો જીતીને ખરાબ દેખાવ કર્યો હતો.
જોક કે, ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભાજપે કોંગ્રેસને તોડવાની શરૂઆત કરી હતી અને જેના ભાગરૂપે આજે ભાજપનું સંખ્યાબળ ૧૧૧એ પહોંચી ચૂક્યું પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસને ખાસ્સો એવો ફાયદો થયો હતો પણ એક પછી એક ધારાસભ્યોએ કોંગ્રેસને બાય બાય કરતાં હવે કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે.

આ પણ વાંચોઃ-ઇમાનદારીની દુકાન: છોટાઉદેપુરની આ દુકાનના દરવાજા 30 વર્ષથી નથી થયા બંધ, ક્યારેય નથી થઈ ચોરી!

વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી હાલ ભાજપનું સંખ્યાબળ ૧૧૧ થયું છે તો કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૬૩ થઈ છે. કોંગ્રેસ પાસે ૨૦૨૨માં કોઈ પાટીદાર આંદોલન પણ નથી અને કોઇ મોટો મુદ્દો પણ નથી ત્યારે ૨૦૧૭ જેવો દેખાવ કરશે કે પછી તેમાં પણ પીછેહઠ થશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઈ મોટો ચહેરો નથી કે જે ભાજપને ફાઈટ આપી શકે. ર૭ વર્ષથી રાજ્કીય વનવાસ ભોગવતી કોંગ્રેસ ૨૦૨૨માં મોટા ચમત્કારની આશા રાખી રહી છે. અગાઉ પ્રશાંત કિશોર ઉપર મોટો મદાર હતો પણ તેઓ કોંગ્રેસમાં જોડાયા નથી તો નરેશ પટેલ પણ હજુ મગનું નામ મરી પાડતા નથી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Raghu Sharma

આગામી સમાચાર