Home /News /ahmedabad /શહેરી વિસ્તાર મજબૂત કરવા કૉંગ્રેસની 'નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિર,' અર્બન અને સેમી અર્બન પર મૂકશે ભાર
શહેરી વિસ્તાર મજબૂત કરવા કૉંગ્રેસની 'નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિર,' અર્બન અને સેમી અર્બન પર મૂકશે ભાર
ગુજરાત કૉંગ્રેસ
Gujarat congress chintan shivir: અમદાવાદ કુલ 16 વિધાનસભા બેઠક છે. જેમાં ભાજપ પાસે ૧૨ બેઠક અને કૉંગ્રેસ પાસે ૪ બેઠક છે. વડોદરામાં કુલ ૫ વિધાનસભા બેઠક છે જેમાં ભાજપ પાસે પાંચ બેઠક અને કૉંગ્રેસ પાસે શૂન્ય બેઠક છે.
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસનું 'મિશન શહેરી વિસ્તાર' અંતર્ગત કૉંગ્રેસ કાર્યાલય (Congress office) ખાતે 'નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિર' મળી હતી. જેમાં શહેરી વિસ્તારમાં કૉંગ્રેસ કઇ રીતે મજબૂત થાય તે અંગેના આગામી કાર્યક્રમ અંગે રણનીતિ તૈયાર કરાઇ હતી. આ શિબિરમાં કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) જણાવ્યુ હતુ કે, મિશન 2022 (Mission 2022) અંતર્ગત ગુજરાત કૉંગ્રેસ દ્વારા નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિરનું આયોજન કરાયું છે. શિબિરમાં આગામી કાર્યક્રમો અને આંદોલનાત્મક કાર્યક્રમ અંગે ચર્ચા કરવા 8 મહાનગરપાલિકાઓના સિલેક્ટેડ લોકોને આજે બોલાવ્યા છે.
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ વધુમાં જણાવ્યુ હતુ કે, નગરપાલિકાઓ માટે હોદેદારોને ઝોનવાઇઝ બોલાવવામાં આવશે. સંગઠનની કામગીરી 90થી 95 ટકા પૂર્ણ થવા જઈ રહી છે. સંગઠન બાદ આંદોલનની ભૂમિકા આજે ત્યારબાદ ચૂંટણીની તૈયારી થશે. રાહુલ ગાંધીએ વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો એ અંગે પણ ચર્ચા કરાઇ હતી.
આઠ મહાનગરપાલિકાની 43 બેઠકમાંથી માત્ર 6 બેઠક કૉંગ્રેસના ફાળે
અમદાવાદ કુલ 16 વિધાનસભા બેઠક છે. જેમાં ભાજપ પાસે ૧૨ બેઠક અને કૉંગ્રેસ પાસે ૪ બેઠક છે. વડોદરામાં કુલ ૫ વિધાનસભા બેઠક છે જેમાં ભાજપ પાસે પાંચ બેઠક અને કૉંગ્રેસ પાસે શૂન્ય બેઠક છે. જામનગરમાં કુલ બે વિધાનસભા બેઠક છે, જે બંને બેઠક ભાજપ પાસે છે. ભાવનગરમાં કુલ બે વિધાનસભા બેઠક છે, જેમાં ભાજપ પાસે બે અને કૉંગ્રેસ પાસે શૂન્ય બેઠક છે.
રાજકોટમાં કુલ ૩ વિધાનસભા બેઠક છે, જેમાં ભાજપ પાસે 03 બેઠક અને કૉંગ્રેસ પાસે શૂન્ય બેઠક છે. જૂનાગઢમાં એક વિધાનસભામાં બેઠક જે કૉંગ્રેસ પાસે છે. ગાંધીનગરમાં કુલ બે વિધાનસભા બેઠક છે, જેમાંથી એક ભાજપ અને એક કૉંગ્રેસ પાસે છે. સુરતમાં કુલ 12 વિધાનસભા બેઠક છે, જેમાંથી તમામ બેઠક ભાજપ પાસે છે.
બીજી તરફ કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા મહત્વનું નિવેદન અપાયું છે. તેમનું કહેવું છે કે, શહેરી વિસ્તારના લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે. મિટિંગો અને બેઠકોથી કંઈ નહીં થાય. વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે. કોઈક ભૂલ હોય તો જ અમે સત્તાથી બહાર છીએ તે પહેલા સમજવાની જરૂર છે. રાજકોટ વડોદરા, અને સુરત સહિત મહાનગર અમે જીતી શકતા નથી. ત્યાં કેમ કાચા પડ્યા છીએ તે સંશોધનનો વિષય છે.
ગ્યાસુદ્દીને વધુમાં જણાવ્યું હતુ કે, વર્તમામ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી ડૉ. રઘુ શર્મા નવી કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યા છે. જો આ વખતે સત્તા મેળવવી હશે તો અર્બન બેઠક જીતવી જરૂર રહેશે. શહેરી વિસ્તારમાં કૉંગ્રંસ મજબૂત કરી ગાંધીનગર ગાદી પર પહોંચવા માટે કમર કસી છે. પરંતુ હર હમેશાં માટે કૉંગ્રેસ શહેરી વિસ્તારમાં નબળી રહી છે. શહેરી વિસ્તારમા આઠ મહાનગર અને સેમી અર્બનમાં કોંગ્રસ મજબૂત કરવા કવાયત હાથ ધરાઇ છે.