Home /News /ahmedabad /Gujarat Congress: મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે ગુજરાત કોંગ્રેસના MLA અને MP ને હાઈકમાંડનું દિલ્હીનું તેડું

Gujarat Congress: મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે ગુજરાત કોંગ્રેસના MLA અને MP ને હાઈકમાંડનું દિલ્હીનું તેડું

આજે મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે પાર્ટીએ તમામ ધારાસભ્યો અને સાંસદોને આદેશ અપાયા છે.

સી.જે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, વર્તમાન સરકાર રાહુલ ગાંધીને ED ના નામે પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થન અને અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશે.

મહારાષ્ટ્ર સરકારમાં રાજકીય કટોકટી (Maharashtra Political Crisis) આવી ગઇ હોય તેમ વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સુરત (Surat)ની એક હોટલમાં ગુપ્તવાસમાં પહોંચી ગયા છે, ત્યારે એ.આઈ.સી.સી. એ કોંગ્રેસ (Cpngress)ના તમામ ધારાસભ્યો અને સાંસદોને દિલ્હી (Delhi) બોલાવ્યા છે. આજે મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે પાર્ટીએ તમામ ધારાસભ્યો (Gujarat Congresss MLA) અને સાંસદોને આદેશ આપ્યા છે. ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને પાર્ટી તરફથી સૂચના અપાઈ છે કે આજ સાંજ સુધીમાં તેઓ દિલ્હી આવી પહોંચે.

મહારાષ્ટ્ર સરકાર પર સંકટ છે ત્યાકે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને હાઈકમાંડનું દિલ્હીનું તેડું આવ્યું છે,ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને આજે સાંજે અને બુધવારે સવાર સુધીમાં પહોંચી જવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પરથી ધારાસભ્યો દિલ્હી જવા રવાના પણ થઇ ગયા છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર સી. જે ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, બળદેવ ઠાકોર દિલ્હી જવા રવાના થઇ ગયા છે.



ત્યાં જ સી.જે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, વર્તમાન સરકાર રાહુલ ગાંધીને ED ના નામે પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થન અને અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશે. મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર સી.જે ચાવડાએ સૂચક નિવેદન આપતા કહ્યું કે,
ગુજરાતના 2 નેતાઓના પગલે આ ઘટનાઓ થઈ રહી છે. ભૂતકાળમાં પણ અનેક રાજ્યોમાં જોડતોડનો સિલસિલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- મહારાષ્ટ્ર સરકારના સંકટ પર AAP નો ધડાકો, શિવસેનાના MLA નેઆખી રાત ટોર્ચર કરાયા

જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં થઇ રહેલી રાજકીય ઉથલપાથળ વચ્ચે શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે પણ સામેલ છે. સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં કોઈને જવાની મંજૂરી નથી. બીજી તરફ જે ધારાસભ્યો સુરતની હોટલ ખાતે એકનાથ શિંદે સહિત કુલ 26 નામ સામેલ છે.
First published:

Tags: Ahmedabad news, Congress Gujarat, Gujarat Congress President, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો