અમદાવાદ: 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૫૬ બેઠક જીત ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવાનો કોગ્રેસ નેતા માઘવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકનો રેકોર્ડ હતો. ૧૯૮૫મા કોંગ્રેસે ૧૪૯ બેઠકો જીતી હતી. આ રેકોર્ડ હતો અને હવે સૌથી ઓછી બેઠક મેળવાનો પણ રેકોર્ડ કોંગ્રેસના નામે નોધાયો છે.
ગુજરાત સ્થાપના બાદ થયેલી તમામ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ કંગાળ પ્રદર્શન ગુજરાત કોંગ્રેસનું રહ્યું છે. સૌથી વધુ બેઠક કોંગ્રેસ સાશનમાં ૧૯૮૫માં મળી હતી. તો સૌથી ઓછી બેઠક મળવાનો રેકોર્ડ પણ ગુજરાત કોંગ્રસે ૨૦૨૨ માં બનાવ્યો છે. ૧૯૮૫ વર્ષ ચૂંટણીમાં માંધવસિંહ સોલંકીની ખામ થિયરીના પગલે કોંગ્રેસને સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૧૪૯ બેઠક મળી હતી. ત્યાર બાદ ૧૯૯૦માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી ઓછી ૩૩ બેઠક મળી હતી. ત્યાર બાદ થયેલા તમામ ચૂંટણીમાં ૫૦ થી લઇ ૮૦ બેઠક સુધી કોંગ્રેસ જીત મેળવતા હતી. પરંતુ ૨૦૨૨ ચૂંટણી સૌથી ઓછી બેઠક ૧૭ મેળવી એક નવો જ રેકોર્ડ કોંગ્રેસ પોતાના નામે નોંધ્યો છે. કોંગ્રેસનું આઝાદી પછી સૌથી ખરાબ પ્રદર્શન ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં રહ્યું છે.
જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રસના આ પરિણામના પગલે વિપક્ષ પદ પણ ખોવાનો વારો આવ્યો છે. ૬૨ વર્ષમાં પ્રથમ વખત હશે જ્યારે ગૃહમાં કોંગ્રેસની પાસે વિપક્ષી નેતા પદ રહેશે નહી. કારણ કે, કોંગ્રેસ રાજ્યમાં માત્ર ૧૭ બેઠક જીતી છે. એટલે કે ૧૦ ટકા કરતા ઓછી બેઠકો. નિયમો મુજબ વિપક્ષ નેતા માટે ૧૦ ટકા બેઠકો હોવી જરૂરી છે. એમ કોંગ્રેસની પાસે હવે દેશમાં ૧૯ રાજ્ય એવા છે જ્યા તેની પાસે ૨૦ ટકા કરતા પણ ઓછી બેઠક છે.
" isDesktop="true" id="1297597" >
સૌથી વધુ ખરાબ પ્રદર્શન થયા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલી આપ્યું હતું. ડો રઘુ શર્માએ પ્રભારી પદ પરથી રાજીનામું આપતો પત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ બદલ રાજીનામું આપ્યુ છે.