Home /News /ahmedabad /Election 2022: ફેબ્રુઆરીના અંત સુધીમાં સંગઠન જાહેર થશે, નબળા MLAની ટિકીટ કપાશેઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી

Election 2022: ફેબ્રુઆરીના અંત સુધીમાં સંગઠન જાહેર થશે, નબળા MLAની ટિકીટ કપાશેઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી

ડો. રઘુ શર્મા

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા (Gujarat Congress in-charge Dr. Raghu Sharma) હાલ ગુજરાત પ્રવાસે છે.

અમદાવાદઃ વર્ષ 2022 ચૂંટણી વર્ષ (Election 2022) માનવામા આવી રહ્યું છે. હાલ પાંચ રાજ્યમાં ચૂંટણી (five state election) માટે પ્રચાર પસાર જોર શોરથી ચાલી રહ્યો છે . પાંચ રાજ્યના ચૂંટણી બાદ ગુજરાતમાં ચૂંટણીનું (Gujarat Election) રણસિગુ ફુકાશે. ગુજરાત વિધામસભા ચૂંટણી (Gujarat Assembly elections) પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા (Gujarat Congress in-charge Dr. Raghu Sharma) હાલ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એનેક્ષી ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વિધાનસભા ચૂંટણી ક્યા ઉમેદવાર ટિકીટ મળશે. ટિકીટ માટે શું ક્રાઇટ એરિયા રાખવામા આવશે. ગુજરાત કોંગ્રેસ સંગઠન કહેવુ હશે . તે અંગે ચર્ચા ચાલી રહી છે.

ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચિત કરતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગેસ સંગઠન મજબુત કરવા કવાયત ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસનુ માળખું આગામાં ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. સંગઠનમાં તમામ વર્ગ અને જૂથને સ્થાન આપવામા આવશે. પક્ષને સમય આપી શકે અને લોકોને કોંગ્રેસ વધુ જોડી શકે તેવા લોકોના પસંદગી થશે.

આ પણ વાંચોઃ-સુરત crime : પ્રેમસંબંધની શંકા રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, આખી રાત સાથે સુઈ ગયો

વધુમાં ડો શર્મા જણાવ્યુ હતુ કે વિધાનસભા ચૂંટણી માટે પણ અત્યારથી જ કોંગ્રેસ તૈયારીઓ શરૂ કરી છે. વિધાનસભા ચૂંટણી લડાવવા માટે ક્રાઇટ એરિયા નક્કી કરાયા છે. પ્રદેશ સંગઠન અને જિલ્લા પ્રમુખ ચૂંટણી લડી શકશે નહી. વિધાનસભા ચૂંટણી જીત શકે એવા ઉમેદવાર કોંગ્રેસની પ્રથમ પસંદગી હશે.

આ પણ વાંચોઃ-સુરતમાં પરિણીત યુવકે દગો આપી ચાર વર્ષ સુધી સંબંધો રાખ્યા, સંબંધ તોડતા પ્રેમિકાએ કરી આત્મહત્યા

ટિકીટ માટે જે ક્રાઇટ એરિયા નક્કી કરાયા છે તેના પાર્ટીના ફીડબેકમાં જીતતા દેખાશે તેમને ટીકીટ મળશે. ભુતકાળમાં 2 ચૂંટણી હારેલા હોવા છતાં આ વખતે જીતતા દેખાશે તો ટીકીટ મળશે. પાર્ટી તેના માટે છુટછાટ આપશે.
" isDesktop="true" id="1178745" >

હાલ ચૂંટાયેલા ધારાસભ્યોને પણ સૂચના અપાઈ છે જીતી શકો એવું પ્રદર્શન વિસ્તાર કરવુ જોઇએ. ચાલુ ધારાસભ્ય કામગીરીને લઇ પણ આંતરિક અને ખાનગી એજન્સી પાસે સર્વે કરાશે જો સર્વેમાં ચાલુ ધારાસભ્યો જીતતા નહીં દેખાય તો ટીકીટ કપાશે. આ મુદ્દે તમામ લોકોને સુચના આપી દેવામાં આવી છે.
Published by:ankit patel
First published:

Tags: 2022 Assembly elections, Congress Guarat, Gujarat Elections, Gujarati news