Home /News /ahmedabad /Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: દોઢ કરોડ પરિવાર સાથે આ રીતે કરશે સીધો સંપર્ક

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: દોઢ કરોડ પરિવાર સાથે આ રીતે કરશે સીધો સંપર્ક

અમદાવાદનું રાજીવ ગાંધી ભવન

Maru Booth Maru Gaurav : કોંગ્રેસ દ્વારા “મારુ બુથ મારુ ગૌરવ “અભિયાન અંતર્ગત દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક, સ્ક્રિનીગ કમિટી બેઠકમાં ઉમેદવાર નામ પર લાગશે મ્હોર 

અમદાવાદ: મિશન ૨૦૨૨ના લક્ષ્યાંકને પાર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આજથી ત્રણ દિવસ માટે મારુ બુથ મારુ ગૌરવ કેમ્પઇન અંતર્ગત દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરાશે. પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ , ધારાસભ્ય અને બુથ સુધીના તમામ કાર્યકર્તાઓ જન જન સુધી પહોંચી રાહુલ ગાંધીના આઠ વંચન રૂપે નાગરિક અધિકાર પત્ર આપી રહ્યા છે.

કોંગ્રેસના આઠ વંચન સાથે નાગરિક અધિકાર પત્ર લઇ જશે


કોંગ્રેસ પહેલીવાર ૫૨ હજાર બુથ સુધી કોંગ્રેસના આઠ વંચન સાથે નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરી છે. ૫૨ હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોંપાઇ છે. બુથમાં મતદાર યાદીના દરેક પાના દીઠ તે પાના પર જે નામ હોય તામાંથી એક કાર્યકરને પ્રેઇઝ પ્રભારી બનાવવાનો છે. અને તે પ્રેઇઝના ૩૦ મતદારોને મતદાન કરાવાની જવાબાદીર સોંપાશે. આ ઉપરાત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઠ કરોડ પત્રિકા આપવામાં આવશે. કોંગ્રસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા શનિવારથી ત્રણ દિવસ સુધી જન જન સુધી લઇ જશે.

આ પણ વાંચો : નવરાત્રીમાં યુવતીઓએ મોબાઈલનું GPS એક્ટિવ રાખવું

કોંગ્રસ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરશે


આગામી ૧, ૨ અને ૩ ઓક્ટોબરના રોજ સ્ક્રિનીગ કમિટિ બેઠક મળશે. સ્ક્રિનિગ કમિટિ ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામા બેઠક મળશે. આગામી ૧૫ ઓક્ટોબર પહેલા કોંગ્રેસ પ્રથમ યાદી ઉમેદવારની જાહેર કરી શકે છે. ૧૮૨ વિધાનસભા માટે ૭૦૦ થી વધુ બાંયોડેટા કોંગ્રેસ ઓફિસને મળ્યા છે. ૭૦૦ બાયોડેટાનું મુલ્યાકન કરાશે. ૭૦૦ બાયોડેટા બાદ ઝોન વાઇઝ સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે. ઝોન વાઇઝ ઉમેદવારોને સાંભળી એક પેનલ તૈયાર કરાશે. આ પેનલમાં ત્રણ અથવા વધુ પાંચ લોકોના નામ ઉમેરવામા આવશે.
" isDesktop="true" id="1255316" >

પેનલના નામ સ્ક્રિનીગ કમિટી સમક્ષ મુકવામા આવશે. સ્ક્રિનીગ કમિટી આગામી મહિનાના શરૂઆતમાં મળશે. જેમા મોટા ભાગની નામની ચર્ચા પર મ્હોર લાગશે. અગાઉ કે સી વેણુગોપલ દ્વારા જાહેરાત કરાઇ હતી કે ૧૫ સપ્ટેમ્બર પહેલા યાદી જાહેર કરાશે. પરંતુ આ જાહેરાત માત્ર જાહેરાત સાબિત થઇ હતી. હવે ફરી એક તારીખ સામે આવી છે . જોવાનું રહે છે કે શું કોંગ્રેસ યાદી જાહેરા થાય છે કે પછી માત્ર વધુ એક તારીખ જાહેર થશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી

विज्ञापन
विज्ञापन