ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) મિશન-2022 ના ટાર્ગેટ સાથે એક પછી એક મોટી જાહેરાતો કરી રહી છે. ખેડુતોના 3 લાખ દેવા માફી, 10 કલાક વિજળી સહિત ચૂંટણી (Election 2022) પહેલા સંકલ્પ જાહેર કર્યા છે. કોંગ્રેસ ચૂંટણી (Gujarat Assembly Election) મોડમાં આવી ગઇ છે. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે કોંગ્રસ પક્ષે સિનિયર નેતા અને રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોત (Ashok Gehlot)ને સિનિયર નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે ત્યારે ગહેલોત ગુજરાત કોંગ્રેસને જીતનો મંત્ર આપવા માટે આગામી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે.
વર્ષ 2022 ના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જોકે ચૂંટણી તારીખો હજુ પણ જાહેર થઇ નથી પરંતુ રાજકિય પક્ષો ચૂંટણી મોડમા આવી ગયા છે. ભાજપ અને આપ દ્વારા અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ ચૂંટણી મોડમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના ચૂંટણી સિનિયર નિરીક્ષક તરીકે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અશોક ગહેલોત આગામી 16 ઓગષ્ટથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે.
અશોક ગહેલોતના હસ્તે કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરાની પ્રક્રિયાનું લોન્ચીગ કરાવશે. તેમજ તમામ લોકસભા નિરીક્ષકો પાસેથી રીપોર્ટ માંગી તે અંગે બેઠક યોજશે. આ ઉપરાત અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમ હાજરી આપશે . ચૂંટાયેલા ધારાસભ્ય સાથે પણ સંવાદ કરશે.
અશોક ગહેલતોની મુલાકાત મહત્વપૂર્ણ એટલા માટે બની રહેશે કે તેઓ 2017 ચૂંટણી ગુજરત કોંગ્રેસ પ્રભારી હતા. 2017 કોંગ્રેસ છેલ્લા 3 દાયકાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સત્તાસીડીથી માત્ર 10 થી 15 બેઠક જ દુર રહ્યું હતું. ગત 2017 અનુભવના કારણે જ ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા પર સિનિયર નિરીક્ષક તરીકે અશોક ગહેલોત અને અન્ય બે કોંગ્રેસ સિનિયર નેતાઓ નિરીક્ષક તરીકે જવાબદારી સોપાઇ છે.
આ મહિનાની શરૂઆતમાં જ સિનિયર નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ગહેલોત તબિયત નાતદુરસ્તસ હોવાથી આવી શક્યા ન હતા. AICC નીમેલા લોકસભા બેઠક દિઠ નિરીક્ષકો અને PcC નીમેલા બે નિરીક્ષકે સાથે બેઠક યોજાઇ હતી. ત્યારે નિરીક્ષકોને આપેલા કામનો લેખાજોખા અશોક ગહેલોત તપાસ કરશે. નિરીક્ષકો પાસેથી સોપવામા આવેલ રીપોર્ટ પર ગહેલોતની અધ્યક્ષતામા મળનાર બેઠકમાં ચર્ચા થશે. ગુજરાત કોંગ્રેસ દ્વારકા ડિકલેરશન જાહેર કરાયું હતું. તે મુદાઓ પર પાર્ટી આગળ કામ કરશે. ખેડૂત અંગે જાહેરાત કોંગ્રેસ પક્ષે કરી છે ત્યારે વધુ અનેક જાહેરાત કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં કરશે.