Home /News /ahmedabad /કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, જાણો આ પાછળના મહત્ત્વના કારણો

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, જાણો આ પાછળના મહત્ત્વના કારણો

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા

Gujarat political news: કોંગ્રેસના જુઠવાદનો શિકાર બન્યા અને પાર્ટી છોડી. સામે બીજેપીએ પણ પ્રાંતિજ સીટ જીતવા માટે ફાયદો જોયો અને પાર્ટીમાં જોડી દીધા છે.

અમદાવાદ: આજે બીજેપીમાં (BJP) કોંગ્રેસ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા (Mahendra Singh Bariya) કેસરિયો કરી તેની સાથે અન્ય 50થી વધારે નેતાઓને ભાજપમાં લઈને આવ્યા પણ સવાલ એ થાય કે કેમ મહેન્દ્રસિંહ બારૈયાને ભાજપમાં લાવવાની જરૂરિયાત ઉભી થઇ આવો સમજીએ.

આજે મહેન્દ્રસિંહ બારૈયા તેની સાથે 50 કોંગી આગેવાન અને સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. મહેન્દ્રસિંહને 25 વર્ષે જ્ઞાન લાધ્યું કે, મોદી વિકાસની રાજનીતિ કરે છે અને તેની સાથે જોડાઈને ભાજપમાં જોડાઈ રાજકારણ કરવું જોઈએ.  તે એ વાત પણ સ્વીકારી રહ્યા છે કે, કોંગ્રેસના જુઠવાદનો શિકાર બન્યા અને પાર્ટી છોડી. સામે બીજેપીએ પણ પ્રાંતિજ સીટ જીતવા માટે ફાયદો જોયો અને પાર્ટીમાં જોડી દીધા છે. કારણ કે, હાલમાં પ્રાંતિજ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો છે અને સ્થાનિક સ્તરે તેનો વિરોધ પણ છે.

ગત ચૂંટણી સમયે માત્ર 5 હજાર જેટલા વોટથી જ હાર જીત થઈ હતી. હવે જમીની સ્તરે બીજેપીને રાજકીય જમીન જાળવી રાખવી હોઈ તો નેતાઓને જોડે રાખવા જરૂરી છે અને એટલે જ ગત ચૂંટણીમાં બીજેપી સામે હારેલા મહેન્દ્રસિંહ બારૈયાને પાર્ટીમાં જોડ્યા અને સહકારી અને રાજકીય આગેવાનોને પણ બીજેપીમાં જોડી દીધા છે.

અંબાલાલ પટેલ- આ તારીખે ગુજરાતમાં આવશે ચક્રવાત સાથે વરસાદ

મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય જમીન મજબૂત છે અને બીજેપી ત્યાં પકડ ગુમાવી રહી છે. જેના કારણે તમામ રાજકીય હિસાબો કરી મહેન્દ્રસિંહને પાર્ટીમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી જોઇએ તો 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય 2010માં મહેન્દ્રસિંહ જિલ્લા પંચાયતની ચૂંટણીમા જીલ્લા પંચાયતના સદસ્ય બન્યા હતા.

મહેન્દ્રસિંહને કોગેસે 2012માં પ્રાંતિજ  બેઠક પર MLA બનાવ્યા હતા. 2012માં મહેન્દ્રસિંહ તત્કાલીન રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને હરાવી MLA બન્યા પરંતુ 2017માં મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભામાં બેઠકના ચૂંટણી હર્યા હતા.

બાઇક સવારને ટક્કર મારી વાહન ચાલક ફરાર

સ્થાનિક સ્તરે આગામી સમયમાં બીજેપીને જીતાડવા તે પુરી મહેનત કરશે તે સ્વીકારી રહ્યા છે.  જો સારા કામ કરો તો પ્રજા પસંદ કરશે એવું સૂચક નિવેદન પણ કરી રહ્યા છે. આમ તો બીજેપીએ નિર્ણય કર્યો હતો કે, કોંગ્રેસ મથી કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે પણ જરૂરિયાત મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને ટાર્ગેટ 150 તરફ આગળ વધી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં અન્ય કેટલાક કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો અને નેતાઓ કે જે રડારમાં છે તેને પણ કેસરિયો ધારણ કરાવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन