Home /News /ahmedabad /BJP vs Congress: ભાજપ સરકાર પ્રજાને લૂંટીને તિજોરી ભરે છે, નાગરિકોની આવકમાં ઘટાડો એ ભાજપની ભેટઃ કોંગ્રેસ

BJP vs Congress: ભાજપ સરકાર પ્રજાને લૂંટીને તિજોરી ભરે છે, નાગરિકોની આવકમાં ઘટાડો એ ભાજપની ભેટઃ કોંગ્રેસ

ફાઇલ તસવીર

BJP vs Congress: આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ત્યારે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ગુજરાત કોંગ્રસ પ્રવક્તા હિરેન બેંકર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ માંગ કરી હતી કે, સરકાર સત્વરે દેશની જનતાને રાહત આપવી જોઇએ. ભાજપ સરકાર દ્વારા પ્રજાની લૂંટ ચલાવી તિજોરી ભરવા મસ્ત છે.

ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડો થવા છતાં સરકારે ભાવ ના ઘટાડ્યો


આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવવધારાએ લોકોની કમર તોડી નાંખી છે. 'અચ્છે દિન'ના વાયદા અને વચન આપનાર ભાજપે દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતુ કે, છેલ્લા 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી.

આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરાએ કમાલ કરી નાંખી, ‘ઘોડે પે સવાર’નું મેલ વર્ઝન ગાઈને છવાઈ ગયો

જનતાને મોંઘવારીનો ડબલ માર


જૂન 2022થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર રૂપિયા 57થી ઘટીને રૂપિયા 39 જેટલું થઈ ગયું. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવવધારો ભાજપ સરકારની સિદ્ધિ છે. ક્રૂડ ઓઈલના સતત ભાવઘટાડાથી ભાજપ સરકારી તિજોરી ભરવામાં મસ્ત છે અને દેશની જનતા ત્રસ્ત બની છે. ભાજપ સરકારે જાણે 'લૂંટતંત્ર' ચાલતું હોય તેમ નાગરિકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે. જેના લીધે દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મોંઘવારીનાં મારમાં પીસાઈ રહી છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી મહિલાની સ્પેસ સાયન્સમાં અનોખી સિદ્ધિ મેળવી, ઇતિહાસ રચ્યો

સરકારે ગેસની સબસીડી પણ બંધ કરી


વધુમાં કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતુ કે, મોંઘવારીને કાબૂમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરા ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 18 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે, પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે 7.74 લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્સ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષમાં તુવેર દાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ.110ને પાર થયો છે. 410માં મળતો સિલિન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે. ઉપરથી ગેસ સિલિન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64 રૂપિયે મળતું હતું. જેને વધારીને 97 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતું હતું, જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યું છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.


નાગરિકોની આવકમાં ઘટાડો એ ભાજપની ભેટઃ કોંગ્રેસ


આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દૂર જીવનનિર્વાહ કરવાનું પણ અઘરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમૂલ્યન અને નાગરિકોની આવકમાં ઘટાડો એ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતિ મિત્રોનું લાખો-કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમમહિનોપ્રતિ બેરલ ભાવ (ડોલરમાં)
1જુન 202256.63
2જુલાઈ 202252.38
3ઓગસ્ટ 202248.62
4સપ્ટેમ્બર 202245.47
5ઓક્ટોબર 202247.77
6નવેમ્બર 202244.32
7ડીસેમ્બર 202239.95
8જાન્યુઆરી 202339.13
Published by:Vivek Chudasma
First published:

Tags: Bjp gujarat, BJP Vs Congress, Congress Gujarat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन