Home /News /ahmedabad /

શું ફરી કોંગ્રેસ તૂટે છે? હવે આપની પણ કોંગ્રેસના ધારાસભ્ય પર નજર? જાણો ક્યા નેતાનો કરાયો સંપર્ક 

શું ફરી કોંગ્રેસ તૂટે છે? હવે આપની પણ કોંગ્રેસના ધારાસભ્ય પર નજર? જાણો ક્યા નેતાનો કરાયો સંપર્ક 

ગ્યાસુદ્દીન શેખના દાવા પર આપ પાર્ટી નેતા ઇશુદાન ગઢવીએ ખુલાસો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ખુદ તૂટી રહી છે.

Gujarat Congress : 'રાષ્ટ્રપતિ ચૂંટણી સમયે દિલ્હીથી કોઇ મહિલા નેતા અને લઘુમતિ સમાજના નેતાઓ મારો સંપર્ક કર્યો હતો. તેઓ મને અને મારા સાથી મુસ્લિમ ધારાસભ્યોને આપ પાર્ટીમાં જોડાવવા માટે સંપર્ક કર્યો હતો.'

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) વર્ષમાં અંતમાં યોજાશે. પરંતુ ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં નેતા અને ધારાસભ્ય તોડવાની હોળ જામી છે. અત્યાર સુધી જોવા મળ્યું હતું કોંગ્રેસ ધારાસભ્ય તુટે છે અને આખરે ભાજપનો કેસરિયો ધારણ કરે છે.  ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આવેલા આપ પણ કોંગ્રેસ ધારાસભ્ય પર ડોળો નાંખી રહ્યો છે. કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યોનો આપ પાર્ટીના દિલ્હી નેતાઓ સંપર્ક કર્યો હોવાનો ઘટસ્ફોટ ખુદ કોગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી વિભાગની સદભાવના સંમેલન સંબોધન કરતા કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં માત્ર ઔવેસી પાર્ટી AIMIM ની પતંગ નહીં પણ આપનું ઝાડુ પણ વોટ કાપવા આવ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના દિલ્હી નેતાઓ મારો અને કોંગ્રેસ અન્ય બે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જાવેદ પિરઝાદાનો સતત સંપર્ક કરી રહ્યા છે. આપ પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે.

વધુમાં ગ્યાસુદીન શેખે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણી સમયે દિલ્હીથી કોઇ મહિલા નેતા અને લઘુમતિ સમાજના નેતાઓ મારો સંપર્ક કર્યો હતો. તેઓ મને અને મારા સાથી મુસ્લિમ ધારાસભ્યોને આપ પાર્ટીમાં જોડાવવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ મે આપ પાર્ટીમાં જવા સ્પષ્ટ ના પાડી દીધી છે. હું કોંગ્રેસ પક્ષમાં જ કામ કરી રહ્યો છું . અન્ય કોઇ પક્ષમાં જવાનો વિચાર કર્યો નથી.

અમારી સરકાર આવશે તો દરેક પરિવારને મળશે 300 યુનિટ ફ્રી વીજળી

ગ્યાસુદ્દીન શેખના દાવા પર આપ પાર્ટી નેતા ઇશુદાન ગઢવીએ ખુલાસો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ખુદ તૂટી રહી છે. કોંગ્રેસ ધારાસભ્ય જ કોંગ્રેસ પક્ષમાં રહેવા માંગતા નથી .જો દિલ્હી નેતાઓ સંપર્ક કર્યો હોય તો મારા ધ્યાન પર નથી. પણ એ વાત સ્પષ્ટ છે કે, આપ પાર્ટી દેશ અને ગુજરાતમાં એક આશા બની છે.

રાહતના સમાચાર, રાજ્યમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે

ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નિવેદન

ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી વિભાગનું અમદાવાદ ખાતે સદભાવન સંમેલન અને નવા નિમાયેલા કાર્યકારી પ્રમુખનો સત્કાર સંભારણ આયોજીત કરાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજને સંબોધન કરતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નિવેદન આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સત્તા માટે ક્યારે ચૂંટણી લડી નથી. આ માત્ર એક વિચારધાર લડાઇ છે. કોંગ્રેસ સરકારના વડાપ્રધાન પહેલા પણ કહી ચુક્યા છે કે, દેશમાં તિજોરી પર મુસ્લિમ સમાજનો હક્ક છે. આ વાત કરી તેનું નુકશાન આજે પણ પાર્ટી ભોગવી રહી છે . પરંતુ કોંગ્રેસ પોતાના વિચારધારથી પીછે હઠ કરશે નહી.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ માઇનોરિટી વિભાગના સદભાવના સંમેલનમાં નિવેદન આપતા કહ્યું હતું કે, દ્વારકા ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીએ આત્મ વિશ્વાસ કોંગ્રેસ પક્ષને આપ્યો હતો. હવે ૨૦૨૨માં કોંગ્રેસ સરકાર બની રહી છે. ઘણા લોકો છતાં પણ અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. સત્તા કોંગ્રસની બની રહી છે તે ડરથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય અને નેતાઓ ખરીદે છે. વધુમા ઠાકોર કહ્યું હતું કે એક ચેલેન્જ કરુ છું કે, ભાજપ છેલ્લા ૧૦ વર્ષમાં સંગઠન નામે એક પણ કાર્યક્રમ કર્યો હોય તો બતાવે? માત્ર સરકાર આયોજીત કાર્યક્રમ કરાયા છે. ૨૭ વર્ષમાં હવે ભાજપ કાર્યકર્તા રહ્યા નથી. માત્ર સરકારી અધિકારીના નામે કાર્યક્રમ થઇ રહ્યા છે. ભાજપની બી ટીમ મંજૂરી મળે છે. પણ કોંગ્રેસ ધરણા કે પ્રદર્શન માટે કેમ મંજુરી મળતી નથી?
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, અમદાવાદ, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन