ગુજરાત રાજ્યભરમાં હાડ થીજાવતી ઠંડી, નલિયામાં 5 ડિગ્રી સે.

Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 10:18 AM IST
ગુજરાત રાજ્યભરમાં હાડ થીજાવતી ઠંડી, નલિયામાં 5 ડિગ્રી સે.
ઉત્તર ભારતમાં થઇ રહેલી ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યભરમાં લઘુત્તમ પારો 10 ડિગ્રી સે.થી નીચે નોંધાયો છે જ્યારે નલિયામાં તો 5 ડિગ્રી સે. થયો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 10:18 AM IST
અમદાવાદ #ઉત્તર ભારતમાં થઇ રહેલી ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યભરમાં લઘુત્તમ પારો 10 ડિગ્રી સે.થી નીચે નોંધાયો છે જ્યારે નલિયામાં તો 5 ડિગ્રી સે. થયો છે.

ઉત્તરાખંડ, સિમલા સહિત ઉત્તર ભારતમાં થઇ રહેલી ભારે હિમ વર્ષાને પગલે ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાઇ રહ્યું છે. આ સંજોગોમાં ઉત્તર પશ્વિમ પવનો ફૂંકાતાં ગુજરાત પણ ઠંડુ બન્યું છે.

રાજ્યમાં ઠંડીનો પારો ઐતિહાસિક રીતે નીચે ગગડી રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 5 ડિગ્રી સે. નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતની સીમાડે આવેલા માઉન્ટ આબુમાં માઇનસ 2.4 ડિગ્રી સે. નોંધાતાં બરફની ચાદર છવાઇ છે.

માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાતાં એની સીધી અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત વિસ્તારોમાં રાત્રે બહાર પણ ન નીકળાય એવી કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન(ડિગ્રી સે.)

અમદાવાદ (મહત્તમ 25.2, લઘુત્તમ 10.3)

ગાંધીનગર (મહત્તમ 24.5, લઘુત્તમ 08.8)

ડિસા (મહત્તમ 25.0, લઘુત્તમ 06.8)

વડોદરા (મહત્તમ 25.7, લઘુત્તમ 10.0)

સુરત (મહત્તમ 26.8, લઘુત્તમ 12.8)

અમરેલી (મહત્તમ 25.8, લઘુત્તમ 11.6)

ભાવનગર (મહત્તમ 24.8, લઘુત્તમ 11.4)

રાજકોટ (મહત્તમ 25.8, લઘુત્તમ 08.3)

નલિયા (મહત્તમ 25.8, લઘુત્તમ 05.4)

ભૂજ (મહત્તમ 27.8, લઘુત્તમ 10.2)
First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर