Home /News /ahmedabad /CM બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર સક્રિય, એક જ દિવસમાં 20 હજારથી વધુ ફોલોઅર્સ વધ્યાં; વિજય રૂપાણી થયા 'સાઇલન્ટ'
CM બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર સક્રિય, એક જ દિવસમાં 20 હજારથી વધુ ફોલોઅર્સ વધ્યાં; વિજય રૂપાણી થયા 'સાઇલન્ટ'
ભૂપેન્દ્ર પટેલ
Bhupendra Patel on social media: મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયાની સાથે જ સોશિયલ મીડિયા (Social media) પર તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી હતી. ટ્વીટર અને ફેસબુક બંનેમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.
ગાંધીનગર: 12મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Gujarat new CM Bhupendra Patel)ના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેના બીજા દિવસે એટલે કે 13મી સપ્ટેમ્બરના રોજ તેમણે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયાની સાથે જ સોશિયલ મીડિયા (Social media) પર તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી હતી. ટ્વીટર અને ફેસબુક બંનેમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્વિટર પર એક જ દિવસમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં 20 હજારથી વધારે વધારો થયો છે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે સીએમ પદના શપથ લીધા ત્યાર બાદથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ટ્વિટર પર 'Silent' મોડમાં આવી ગયા છે.
ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર સક્રિય
સીએમ બનતા જ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર પર ખૂબ સક્રિય થઈ ગયા છે. આજે 15 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર પર 107.2K હજાર ફોલોઅર્સ છે. જ્યારે તેઓ 461 લોકોને ફોલો કરી રહ્યા છે. જ્યારે 13મી સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર તેમના 82.4K ફોલોઅર્સ હતા. આ દિવસે પણ તેઓ 461 લોકોને ફોલો કરી રહ્યા હતા. એટલે કે તેમના ફોલોઅર્સની સંખ્યામાં 25 હજાર જેટલો વધારો થઈ ગયો છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી એક પછી એક પોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, તેની ફોટોગ્રાફ્સ સાથેની પોસ્ટ પણ તેમને ટ્વીટર પર મૂકી હતી. ટ્વિટરની જેમ ફેસબુક પર પણ તેઓ પોસ્ટ મૂકી રહ્યા છે.
15 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના ફોલોઅર્સ.
વિજય રૂપાણીના ટ્વીટર હેન્ડલની વાત કરવામાં આવે તો તેઓ 231 લોકોને ફોલો કરી રહ્યા છે. જ્યારે તેમને ત્રણ મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે વિજય રૂપાણી 13મી સપ્ટેમ્બર બાદ ટ્વિટર પર 'સાઇલન્ટ' થઈ ગયા છે. એટલે તે 13મી તારીખ બાદ તેમણે ટ્વિટ કે રિ-ટ્વી કર્યું નથી.
13 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના ફોલોઅર્સ.
ફેસબુકની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલના તેમના ફેસબુક પેજને 47,853 લાઇક કર્યું છે. જ્યારે 62,094 લોકો તેમના પેજને ફોલો કરી રહ્યા છે. વિજય રૂપાણીના ફેસબુક પેજને 1,845,826 લોકોએ લાઇક કર્યું છે. જ્યારે 2,002,208 લોકો તેમના પેજને ફોલો કરી રહ્યા છે.
વિજય રૂપાણી ટ્વિટર હેન્ડલ.
ટ્વિટરની જેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફેસબુક પર પણ 13મી તારીખ બાદ 'સાઇલન્ટ' છે. જોકે, તેમણે ગઈકાલે એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ તેમના પેજનો કવર ફોટો બદલ્યો છે. જેમાં તેઓ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે નજરે પડી રહ્યા છે. આ જ તસવીરમાં જમણી બાજુ સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue of Unity) એટલે કે સરદાર પટેલની પ્રતિમા નજરે પડી રહી છે.
ફેસબુક પર અંતિમ પોસ્ટમાં વિજય રૂપાણીએ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવતો સંદેશ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, "ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું."