Home /News /ahmedabad /નવી સરકારની શપથવિધિ પહેલા પીએમ મોદી કાલે નહીં આજે જ આવશે ગુજરાત, કાર્યક્રમમાં ફેરફાર

નવી સરકારની શપથવિધિ પહેલા પીએમ મોદી કાલે નહીં આજે જ આવશે ગુજરાત, કાર્યક્રમમાં ફેરફાર

વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી પહેલા આવતીકાલે, સોમવારે એક વાગે અમદાવાદ આવવાનાં હતા. આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં અચાનક મોટો બદલાવ આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ પહેલા પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં થોડો ફેરફાર થયો છે. વડાપ્રધાન મોદી આજે રાતે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાનાં છે. તેઓ ગોવાથી જ સીધા ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાનાં છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જોકે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોને જાકારો આપવામાં આવશે હજી તેની પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આપને જણાવીએ કે, ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠક પાંચ કલાક ચાલી હતી અને તેમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો


સીએમ પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર માહોર લાગ્યા બાદ તેઓ રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત રાજ્યનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે. ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે. આમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેર થઇ છે. ફરી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.
First published:

Tags: CM Bhupendra Patel, અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો