Home /News /ahmedabad /CM vijay rupani resign: CM રૂપાણીનો જન્મ ગુજરાત નહીં બર્મામાં થયો હતો, જાણો રસપ્રદ રાજકીય સફર

CM vijay rupani resign: CM રૂપાણીનો જન્મ ગુજરાત નહીં બર્મામાં થયો હતો, જાણો રસપ્રદ રાજકીય સફર

વિજય રૂપાણીની ફાઈલ તસવીર

vijay rupani life story: ગુજરાતના 16માં મુખ્યમંત્રી (Gujarat 16th CM) તરીકે મહાત્મા મંદિર (Mahatma mandir) ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath of Gujarat CM) લીધા હતા.

  Cm vijay rupani resign today news: ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat chief minister) પદ ઉપરથી વિજય રૂપાણીએ (Vijay rupani resigns) અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નવા મુખ્યમંત્રીની કમાન કોણ સંભાળશે અને અન્ય અટકળો પણ વહેતી થઈ હતી. ત્યારે આપણે ગુજરાતમાં 16માં મુખ્યમંત્રી (Gujarat 16th chief minister) તરીકે કાર્યભાળ સંભાળનારા મુખ્યમંત્રી વિશે કેટલીક અજાણી વાતો અંગે વાત કરીશું.

  વર્ષ 2016માં ગુજરાતનાં રાજકારણમાં અચાનક તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે (GUjarat Ex.CM Anandiben Patel) રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના (Gujarat CM Vijat Rupani)નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવા મુખ્યમંત્રી બન્યા હતા. આમ, આ સાત ઓગસ્ટે રાજ્યનું સુકાન સંભાળતા તેમને પાંચ વર્ષ પુરા થશે.

  વિજય રૂપાણીનો જન્મ ભારતમાં નહીં પરંતુ બર્માના રંગૂનમાં (CM Vijay Rupani Birth place Rangoon,Burma) થયો હતો. વર્ષ 1956માં જન્મેલા રૂપાણી બર્મીસ છે. તેઓ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.

  બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે.

  આ પણ વાંચોઃ-ભાજપની મજબૂરી કે નવો દાવ? ઉત્તરાખંડ, કર્ણાટક બાદ હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બદલ્યા

  ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.

  આ પણ વાંચોઃ-સામાન્ય માણસને પડશે ફટકો! આગામી મહિને 10-11 ટકા વધી શકે છે CNG ની કિંમત

  કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થયેલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી.

  આ પણ વાંચોઃ-"CM Rupani Resignation: CM રૂપાણીનું રાજીનામુ, ગુજરાતમાં રાજકીય ભૂકંપ "

  1987માં કોર્પોરેટર બન્યા
  1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો.રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Chief Minister Vijay Rupani, Cm vijay rupani resign, Vijay Rupani, Vijay Rupani Resignation

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन