અમદાવાદ: પેરાઓલિમ્પિકમાં (Paralympics) મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રકમ આપવાની પણ જાહેરાત કરાઈ છે.
આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવિના પટેલને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, 'ટોક્યો પેરાઓલિમ્પિકમાં #ParaTableTennisમાં પહેલો સિલ્વર મેડલ નેશનલ સ્પોર્ટ્સ ડેનાં દિવસે સમગ્ર રાષ્ટ્રને ભેટ આપવા બદલ આપણા ગુજરાતની દિકરી ભાવિના પટેલને હ્રદયપૂર્વક અભિનંદન. દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે. ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે.'
CM Shri @vijayrupanibjp announces a cash prize of ₹ 3 crore for Bhavina Patel, a para-paddler from Mehsana district, under the State Govt's 'Divyang Khel Ratna Protsahan Puraskar Yojana' for her historic achievement at the #TokyoParalympics
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાવિના પટેલને અભિનંદન પાઠવી ટ્વિટર પર લખ્યું, 'ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે, તેમનું જીવન પ્રેરણાદાયક છે અને વધારે ખેલાડીઓને રમત તરફ ખેંચશે." કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભાવિના પટેલને અભિનંદન પાઠવતાં ટ્વિટર પર લખ્યું, 'તમે દેશને ગૌરવ અપાવ્યું છે.'
ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, 'તેણે અમારું ગૌરવ વધાર્યું છે. અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું.' આ પહેલાં પણ ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર એજનસી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, 'હું આજે બહુ જ ખુશ છું. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસ રમી રહી છે, આ એનું જ પરિણામ છે.' મહત્ત્વનું છે કે, આ ઐકિહાસિક જીત બાદ ભાવિના પટેલનાં વતન મહેસાણામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. પરિવાર અને ગામજનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી અને ગરબા રમીને ઉજવણી કરી છે.