ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. PM મોદીના નિવાસસ્થાને ડિનર બાદ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે.
તમામ સાંસદ માટે ડિનરનું આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે દિલ્હીમાં NDAના તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે NDAના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા અને રાજ્યસભાના NDAના તમામ સાંસદોને ઉપસ્થિત રહેશે.
1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી છે. કોંગ્રેસના ખાતામાં 17 અને આમ આદમી પાર્ટીના ખાતામાં પાંચ બેઠકો ગઈ છે. આ સાથે બાકીની 4 બેઠકો અન્યના ફાળે ગઈ છે. આ ભોજન સમારંભમાં સામેલ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય રક્ષામંત્રી સહિતના નેતાઓની પણ શુભેચ્છા મુલાકાત કરશે.