કેમિકલ કાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમિત ચાવડા બરવાળાના રોજીદ ગામ ખાતે ગયા હતા. રોજીદ ગ્રામ પંચાયત દ્વારા મૃત્યું પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો.
અમદાવાદ : બોટાદ (Botad) અને અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં થયેલા કેમિકલ કાંડમાં (Chemical tragedy) અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને અંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ (Amit Chavda) જાહેરાત કરી હતી કે, આ કાંડમાં મૃત્યુ પામેલા નાગરિકોના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ સ્થિત સંસ્થા નિભાવશે.
કેમિકલ કાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમિત ચાવડા બરવાળાના રોજીદ ગામ ખાતે ગયા હતા. રોજીદ ગ્રામ પંચાયત દ્વારા મૃત્યું પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. આ સાથે હવેથી ગામમાં દારુ નહી પીવાનો સંકલ્પ લીધો હતો .આ પ્રસંગે ગયેલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને અંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન પણ તાક્યું હતું. તેમજ ગ્રામજનોને અપીલ કરી હતી કે, આ દારુના દુષણથી દુર રહેવુ જોઇએ.
આ સાથે રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડમાં મૃત્યું પામેલા પરિવારજનને શ્રદ્ધાંજલિ અને પરિવારને દિલાસો આપવા ગયા હતા. દરેક પરિવારમાં કાળજું કંપાવી દે તેવો માહોલ જોતા ત્યાં તેમણે ગરીબ પરિવારોની દયનીય હાલત જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.
આ પ્રસંગે અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ-૧ થી ૧૨ સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ ખાતેની સંસ્થા નિભાવશે. આમ, રાજકારણની અંદર રહીને પણ સંવેદનશીલતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડેલ છે.
" isDesktop="true" id="1234398" >
રોજીદ ગામ આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ધારાસભ્યો ઉપરાંત જિલ્લા પંચાયતના નેતાઓ અને અન્ય અગ્રણીઓ ભાગ લીધો હતો. સભામાં કેમિકલ કાંડથી મૃત્યું પામેલા લોકોના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમામ મિણબત્તી પ્રગટાવે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સભામાં હાજર રહેલા તમામને દારુ નહી પીવા ઉપરાત વ્યસનથી દુર રહેવાના શપથ લેવડાવવા આવ્યા હતા.