Home /News /ahmedabad /અમારી લડાઇ માત્ર કોંગ્રેસ સાથે જ છે, આપનું ગુજરાતમાં કોઇ અસ્તિત્વ નથી: સી.આર પાટીલ

અમારી લડાઇ માત્ર કોંગ્રેસ સાથે જ છે, આપનું ગુજરાતમાં કોઇ અસ્તિત્વ નથી: સી.આર પાટીલ

સી. આર પાટીલની ફાઇલ તસવીર

Gujarat BJP Candidates list: 'અમારો મુકાબલો કોંગ્રેસ સાથે છે. આમ આદમી પાર્ટીનું કોઇ અસ્તિત્વ નથી. સોશિયલ મીડિયા દ્વારા આપ પાર્ટી પોતાનું વજુદ બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ સાબિત નહીં થાય.'

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. જે બાદ અમારા સંવાદદાતાએ સી.આર પાટીલ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમારી લડાઇ માત્ર કોંગ્રેસ સાથે જ છે. આપનું ગુજરાતમાં કોઇ વજુદ નથી.

    '38 ઉમેદવારોને બદલાયા'


    ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ અમારા ન્યૂઝ18નાં સંવાદદાતાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધીની યાદીમાં 38 લોકોને બદલી દેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોનું સર્વસંમત્તિ સાથે ટિકિટ બદલવામાં આવી છે. જેથી તેમની ટિકિટ કપાઇ છે તેમ નથી કહી શકાય તેમને બદલવામાં આવ્યા છે.

    'બીજી યાદી મોટાભાગે તૈયાર'


    બીજી યાદી અંગે વાત કરતા જણાવ્યું કે, થોડા દિવસમાં બીજી યાદી પણ આવી જશે. મોટાભાગે તે પણ તૈયાર કરી લેવામાં આવી છે.

    'આપનું કોઇ અસ્તિત્વ નથી'


    પાટીલે આપ પાર્ટી અંગે વાત કરતા જણાવ્યુ કે, 'અમારો મુકાબલો કોંગ્રેસ સાથે છે. આમ આદમી પાર્ટીનું કોઇ અસ્તિત્વ નથી. સોશિયલ મીડિયા દ્વારા આપ પાર્ટી પોતાનું વજુદ બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ સાબિત નહીં થાય. આ લડાઇ કોંગ્રેસ અને બીજેપીની જ છે.'

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन