એ દિવસ જ્યારે પરેડમાં એ. કે. સિંઘ વરસાદમાં પલળતા રહ્યા અને લોકોના દિલમાં વસી ગયા!

દિક્ષાંત સમારંભ બાદ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓએ સોશિયલ મીડિયામાં સી.પી.નો ફોટો મૂક્યો હતો અને તેમને સેનાપતિ ગણાવ્યા હતા.

News18 Gujarati
Updated: October 19, 2019, 8:55 AM IST
એ દિવસ જ્યારે પરેડમાં એ. કે. સિંઘ વરસાદમાં પલળતા રહ્યા અને લોકોના દિલમાં વસી ગયા!
એ.કે.સિંઘ
News18 Gujarati
Updated: October 19, 2019, 8:55 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ :  ગુજરાતના વધુ એક આઇપીએસ (IPS) અધિકારીની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commissioner) એ.કે. સિંઘ (A.K.Singh)ની કેન્દ્રમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ(NSG) ના ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે બદલી થઈ છે. એ.કે. સિંઘ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે એક સ્વચ્છ છબી ધરાવતા પોલીસ અધિકારી છે. થોડા સમય પહેલા એક દિક્ષાંત પરેડ હતી ત્યારે ભારે વરસાદ પડ્યો હતો. એક તરફ એ. કે. સિંઘની સ્પીચ શરૂ થઇ ત્યાં બે કોન્સ્ટેબલ છત્રી લઇને આવ્યા હતા. આ સમયે એ.કે. સિંઘે માઇકમાં જાહેરાત કરી કે, મારા દિક્ષાંતિઓ પલળતા રહે, પોલીસ વરસાદમાં પલળીને ડ્યુટી કરે તો હું કેવી રીતે કોરો રહી જાઉં? આ શબ્દો સાંભળતા જ તાળીઓનો ગડગડાટ જોવા મળ્યો હતો. ત્યારથી બે ત્રણ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના પોલીસકર્મીઓ અને અધિકારીઓએ સોશિયલ મીડિયામાં એ. કે. સિંઘના ફોટો મૂકી તેમને સારા સેનાપતિ ગણાવ્યા હતા.

આઇપીએસ એ. કે. સિંઘ સપ્ટેમ્બર 2020માં નિવૃત થવાના છે. તે પહેલા તેમની દેશની મહત્વની ગણવામાં આવતી સુરક્ષા એજન્સીમાં ડીજી (DG) તરીકે નિમણૂક થઈ છે. એ.કે. સિંઘ ગુજરાત કેડરના 1985ની બેચના IPS અધિકારી છે. અમદાવાદ શહેરને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત કરવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે.

એ.કે. સિંઘ


 

શું છે તેમની લોકપ્રિયતા પાછળના કારણો?

- એ. કે. સિંઘે પોલીસ પ્રત્યે સતત હૂંફ અને ચિંતા દર્શાવી.
Loading...

- કોન્સ્ટેબલ માટે સમય ફાળવ્યો હતો. દર શુક્રવારે 11થી 1 વાગ્યા સુધી તમામ જવાનો પોતાની રજૂઆત સીધી સીપીને કરી શકતા હતા.
- ક્યારેય કોઈ અધિકારી પર ત્રાહિત વ્યક્તિની કહેલી વાતથી પગલાં લેતા નહોતા.
- શહેરીજનોની સલામતી માટે અવારનવાર નવી યોજનાઓ બનાવી હતી.
- મહિલાઓ અને વૃધ્ધોની ફરિયાદ પહેલા લેવાની અને તપાસ કરવાનો નિર્ણય એ. કે. સિંઘે લીધો હતો.
- ક્યારેય પોતે એકલા નિર્ણય લેતા ન હતા, તમામ નિર્ણયો અન્ય અધિકારીને સાથે રાખીને લેતા હતા.
- અમદાવાદની મુખ્ય સમસ્યા ટ્રાફિક બાબતે ખૂબ સંવેદના રાખી, લોકોને ટ્રાફિક નિયમો પાળતા કર્યા.
- કોઈ પણ સંવેદનશીલ ઘટના હોય તેમાં એ. કે. સિંઘ જાતે નિરીક્ષણ કરી રિપોર્ટ માંગતા હતા.
- થેલેસેમિયા ગ્રસ્ત બાળકો દત્તક લેવાનું સપનું પૂરું કર્યું, હાલ પણ આ પ્રોજેક્ટ યથાવત.
- તમામ મોટા બંદોબસ્તમાં નાના કર્મીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ખભાથી ખભો મિલાવીને કામ કર્યું.
- નાની ઘટનાઓ મોટી બને એ પહેલા જ જાતે તપાસમાં ઝંપલાવી લેતા હતા.



આવા સીપી અમને નહીં મળે

નાના પોલીસકર્મીઓ હોય કે અધિકારીઓ, તમામ લોકો સાથે એક મિત્ર તરીકે ખભાથી ખભો મિલાવીને કામ કરનારા એ. કે. સિંઘની બદલીનો ઓર્ડર થતાં જ પોલીસ કર્મચારીઓએ વોટ્સએપ અને ફેસબુક પર તેમના ફોટો મૂકીને તેમને અભિનંદન પાઠવ્યા છે. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે કદાચ આવા પોલીસ કમિશનર શહેરના અને ડિપાર્ટમેન્ટને ક્યારેય નહીં મળે.



કોન્સ્ટેબલોને રજા આપવાનો મહત્વનો નિર્ણય

અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓની ઘટ હોવાથી સતત કામનું ભારણ જોવા મળે છે. ક્યારેક જરૂરિયાત હોય અને કોન્સ્ટેબલ, હે.કો. રજા લેવા જાય ત્યારે અધિકારીઓ રજા મંજૂર કરતા ન હતા. જે બાબત સીપી એ. કે. સિંઘના ધ્યાને આવતા તેમણે મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે તમામ કોન્સ્ટેબલોને સમયસર રજાઓ આપવા અધિકારીઓને સૂચના આપી હતી.



સિંઘની ફિટનેસની ભલભલા મિશાલ આપે છે

અમદાવાદને પહેલા એવા કમિશનર મળ્યા હતા કે જે જ્યાં પણ જ્યાં જાય ત્યાં લોકોના ફેવરિટ બની જતા હતા. લોકો તેમની હાજરી જોવા અચૂક આવતા હતા. લોકો તે યાદગીરીને સેલ્ફીરૂપે પોતાના ફોનમાં કંડારી લેતા હતા. એ. કે. સિંઘ ફિટ કોપ તરીકે ઓળખાય છે. તેઓ રોજ સવારે નિયમિત કસરત, જોગીંગ, વોકિંગ કરવાનું ચૂકતા નથી. તેમની ફિટનેસ જોઇને અનેક પોલીસકર્મીઓ પણ પોતાને ફિટ રાખવા માટે પ્રેરાયા હતા.
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...