Home /News /ahmedabad /ભ્રષ્ટાચારી કે. રાજેશ: કલેક્ટરે 60 વર્ષ જૂનો જમીન વિવાદ માત્ર ચાર મહિનામાં 'ઉકેલી' દીધો!

ભ્રષ્ટાચારી કે. રાજેશ: કલેક્ટરે 60 વર્ષ જૂનો જમીન વિવાદ માત્ર ચાર મહિનામાં 'ઉકેલી' દીધો!

કે. રાજેશ (ફાઇલ તસવીર)

IAS K Rajesh corruption case: 27 મે, 1963ના આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વિસનગર ગામમાં આપાભા રવભા ગઢવી નામના એક જમીન વિહોણા ખેડૂતને 32 એકર જમીન કૃષિ હેતુ માટે ફાળવવામાં આવી હતી.

અમદાવાદ: 60 વર્ષ જૂના એક જમીન વિવાદને (60 year old land dispute) ઉકેલવામાં આઇએએસ અધિકારી કાંકીપતિ રાજેશને (IAS Rajesh Kankipati) માત્ર ચાર મહિનો સમય લાગ્યો હતો. સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર (Surendranagar Collector) તરીકે તેમણે કથિત રીતે અગાઉના કલેક્ટરના આદેશને પડકાર આપ્યો હતો અને તેમની નજીકના નાયબ મામલતદારના પરિવારને 32 એકર જમીન ટ્રાન્સફર કરી હતી. આ ઘટસ્ફોટ 2011ની બેચના અધિકારી સામે લાદવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરતા સીબીઆઇ અધિકારીએ કર્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, સીબીઆઇ ઓફિસરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યા અનુસાર મૂળ પ્લોટને બદલે આઇએએસ અધિકારીએ કથિત રીતે પરિવારને 32 એકર જમીન ફાળવી હતી. જે માત્ર રસ્તાની નજીક જ ન હતી, પરંતુ તેની કિંમત પણ ખૂબ વધારે હતી.

શું છે સમગ્ર વિવાદ?


27 મે, 1963ના આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વિસનગર ગામમાં આપાભા રવભા ગઢવી નામના એક જમીન વિહોણા ખેડૂતને 32 એકર જમીન કૃષિ હેતુ માટે ફાળવવામાં આવી હતી. જોકે, જ્યારે મહેસૂલ અધિકારીઓએ 1973માં જમીનની તપાસ કરી, ત્યારે તેઓને જાણવા મળ્યું કે આપાભા ગઢવી કે તેમની પરીવારના કોઇપણ સભ્યએ જમીનમાં ખેતી કરી નથી.

અધિકારીએ જણાવ્યું કે, “ગઢવીને કબજામાં જમીન મળી ન હોવાથી ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટેરે 26 એપ્રિલ, 1971ના રોજ પ્લોટને મહેસૂલી જમીનમાં બદલી નાંખ્યો હતો. 75 વર્ષીય ગઢવીએ 2013માં જિલ્લા કલેક્ટર સમક્ષ આ નિર્ણયને પડકાર્યો હતો.”

સીબીઆઇ કરી રહી છે તપાસ


રાજ્ય વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આપભા રવભા ગઢવીએ 25 જુલાઇ, 2013ના રોજ એક અરજી રજૂ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, તે કચ્છનું છેલ્લું ગામ હતું અને 1972-73માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન તરફથી ભારે તોપમારો કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે તેથી ડરીને તેણે ગામ છોડી દીધું હતું.”

આ પણ વાંચો: Power Corridor: 10 વર્ષમાં પાંચ આઇએએસની કુંડળી ખરડાઇ ચૂકી છે...

શું હતો કેસ?


જોકે, 1972 અને 1973માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી આ પ્રકારની પરિસ્થિતિ હતી તેને સાબિત કરવા કોઇ જ રેકોર્ડ નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “યુદ્ધ 1971માં થયું હતું અને વિસનગર નામનું ગામ કચ્છમાં નહીં, પરંતુ સુરન્દ્રનગર જિલ્લામાં આવે છે અને તે બંને દેશોની સરહદ પરનું છેલ્લું ગામ નહોતું.” 22 જાન્યુઆરી, 2017માં સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર ઉદિત અગ્રવાલે ગઢવીની અરજી રદ્દ કરી હતી અને આ દરમિયાન પ્લોટ સરકારી મહેસૂલી જમીન તરીકે રાખ્યો હતો. જ્યારે 2017માં ગઢવીનું અવસાન થયું હતું.

2018માં સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા કે. રાજેશ


સીબીઆઇના અધિકારીએ જણાવ્યા અનુસાર, “રાજેશે વર્ષ 2018માં સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકનો કાર્યભાર સંભાળ્યો હતો. 6 નવેમ્બર, 2020ના રોજ તેણે વિવાદિત જમીન અંગેની ફાઇલ ખોલી અને 24 નવેમ્બર, 2020ના રોજ ગૌણ અધિકારીઓને જરૂરી તમામ મંજૂરીઓ જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ગઢવીના વારસદારને જમીન ટ્રાન્સફર કરો – ગઢવીને બે પુત્રીઓ જહુ ગઢવી અને અમી ગઢવી છે. આ બંનેમાંથી એકની પુત્રી નાયબ મામલતદાર હતી. જે રાજેશની એક નજીકની મિત્ર હતી.”

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશના ઘરે CBIના દરોડા

ગઢવી પરિવારને જમીન ફાળવી


તેમણે વધુમાં જણાવ્યું કે, “2 ફેબ્રુઆરી, 2021ના રોજ ગઢવીના પરિવારને કથિત રીતે 32 એકર જમીન ફાળવવામાં આવી હતી, જે રસ્તાની નજીક હોવાથી તેની કિંમત વધુ હતી. નાયબ મામલતદારની પણ સુરેન્દ્રનગરથી અમદાવાદના મણિનગર વિસ્તારની સરકારી કચેરીમાં બદલી કરી દેવામાં આવી હતી. રાજેશને જૂન 2021માં બઢતી અને જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સી આ અચાનક ટ્રાન્સફરની તપાસ કરી રહી છે, જેમાં 2011ની બેચના આઇએએસ અધિકારીએ 60 વર્ષથી વિવાદમાં રહેલી જમીનને માત્ર 4 મહિનામાં ટ્રાન્સફર કરવામાં ઝડપ રાખી હતી.”
First published:

Tags: Surendranagar, આઇએએસ, ભ્રષ્ટાચાર, સીબીઆઇ