Home /News /ahmedabad /Cabinet Meeting: કેબિનેટ બેઠક બાદ ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત, કોમર્શિયલ બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે

Cabinet Meeting: કેબિનેટ બેઠક બાદ ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત, કોમર્શિયલ બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે

જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી મહત્ત્વની જાહેરાત કરી હતી.

Cabinet Meeting: ગુજરાતમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઇમ્પેક્ટ ફીથી માંડીને વિવિધ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી.

  અમદાવાદઃ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. તેમાં મહત્ત્વનની જાહેરાત કરી હતી.

  ઇમ્પેક્ટ ફીને લઇને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનઅધિકૃત બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે. 1-10-2022 પહેલાંના . માર્જિન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે.

  આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા કેબિનેટ સભ્યો અને પાર્ટીના ધારાસભ્યો સાથે CMની ડિનર ડિપ્લોમસી

  ઝડપથી મિલકત કાયદેસર કરાવી દેવીઃ જિતુ વાઘાણી


  આ મામલે જિતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, ‘પોતાની મિલકત કાયદેસર કરવી જોઈએ. ઘણાં લોકો ગેરકાયદેસર રહેતા હોય છે ત્યારે તેમણે વહેલી તકે તેની કાયદેસરતા રજિસ્ટર કરાવી દેવી. કાલથી અરજી અને ઓનલાઇન ફી ભરી શકાશે.’


  ‘નોટિસ આપી હશે તો પણ બાંધકામ પાડવામાં આવશે નહીં’


  વધુમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યુ હતુ કે, માર્જિન-પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બિનઅધિકૃત બાંધકામની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે.જે નોટિસ આપવામાં આવી છે તમામ રદ્દ કરવામાં આવશે. નોટિસ આપ્યાં પછી પણ બાંધકામ પાડવાની કાર્યવાહી કરવામાં આવશે નહીં. રાજ્યના જેટલા પણ શહેરી વિસ્તાર છે તે તમામ જગ્યાએ આ વટહુકમ લાગુ કરવામાં આવશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Cabinet meeting, Cabinet Minister, Jituvaghani

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन