સુરતમાં પાટીદારોએ બનાવેલી 500 કરોડની અદ્યતન હોસ્પિટલનું સોમવારે ઉદઘાટન, પાટીદારોને મનાવવા PM શું કહેશે?

Haresh Suthar | News18 Gujarati
Updated: April 13, 2017, 9:41 AM IST
સુરતમાં પાટીદારોએ બનાવેલી 500 કરોડની અદ્યતન હોસ્પિટલનું સોમવારે ઉદઘાટન, પાટીદારોને મનાવવા PM શું કહેશે?
ચાલુ વર્ષના અંતમાં રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પાટીદારોને મનાવવા પુરજોશમાં પ્રયાસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં આગામી 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સુરત ખાતે પાટીદારો દ્વારા 500 કરોડના ખર્ચે બનાવાયેલી અદ્યતન હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજાશે. પાટીદારો સાથે પીએમ એક મંચ પર જોવા મળશે અને આ અવસરે ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે પીએમ શું કહેશે? એને લઇને ચર્ચાઓ જોર પકડી રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 13, 2017, 9:41 AM IST
સુરત #ચાલુ વર્ષના અંતમાં રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પાટીદારોને મનાવવા પુરજોશમાં પ્રયાસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં આગામી 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સુરત ખાતે પાટીદારો દ્વારા 500 કરોડના ખર્ચે બનાવાયેલી અદ્યતન હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજાશે. પાટીદારો સાથે પીએમ એક મંચ પર જોવા મળશે અને આ અવસરે ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે પીએમ શું કહેશે? એને લઇને ચર્ચાઓ જોર પકડી રહી છે.

રાજ્યમાં ભલે ચૂંટણીની જાહેરાત ન થઇ હોય પરંતુ ચૂંટણીના કાવાદાવા શરૂ થઇ ગયા છે. ભાજપ દ્વારા ચૂંટણી કમિટીઓની રચના કરી દેવાઇ છે તો સામે પક્ષે કોંગ્રેસ પણ તૈયાર હોવાનો દાવો કરી રહી છે. આ સંજોગોમાં ભાજપ માટે સૌથી મોટા પડકાર સમાન પાટીદારોને મનાવવા માટે પુરજોશમાં પ્રયાસ શરૂ કરી દેવાયા છે. ગત મહિને જ ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાત આવી રહ્યા છે અને આ વખતે એમનો ઉદ્દેશ્ય પાટીદાર ફેક્ટરને સરખું કરવાનો હોય એવો સ્પષ્ટ દેખાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીની રાતે સુરત ખાતે આવી પહોંચશે. એમના સ્વાગતમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે ભાજપ સમર્પિત પાટીદારો અને સરકાર પ્રયાસમાં લાગી છે. સુરત ખાતે 500 કરોડ કરતાં વધુના ખર્ચે બનાવાયેલી કિરણ મલ્ટી હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજાશે. પીએમ દ્વારા આ હોસ્પિટલનું ઉદધાટન કરાશે. આ પ્રસંગે પીએમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતિન પટેલ સહિત અન્ય પાટીદાર આગેવાનો પણ એક મંચ પર હાજર રહેશે.

પીએમ અને પાટીદાર નેતાઓ એક મંચ પર આવવાના હોઇ આ પ્રસંગે પીએમ પાટીદારોને શું સંદેશો આપશે એને લઇને અનેક અટકળો વહેતી થઇ છે.
First published: April 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर