Gujarat Board 10th result 2022: આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે
Gujarat Board 10th result 2022: આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે
આજે ધોરણ 10નું પરિણામ
Gujarat Board 10th result 2022 : ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ (10th Result) જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આજે એટલે કે, સોમવારે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થઈ જશે.
Gujarat Board 10th result 2022: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાના પરિણામ (GSEB 10th Result) ની રાહ હવે ખતમ થઈ રહી. આજે સવારે 8 કલાકે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 04 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ Gujarat Board દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આજે એટલે કે, સોમવારે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થઈ જશે.
કેવી રીતે પરિણામ જોઈ શકાશે
સ્ટેપ 1- પરિણામ જોવા માટે તમારે વેબસાઇટ gseb.org પર જવું પડશે
સ્ટેપ 2- GSEB વેબસાઈટ પર તમારે આજે સવારે (06-06-2022) 8 વાગ્યા બાદ SSC Result 2022 લીક પર ક્લિક કરવાનું રહેશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કેવું રહ્યું હતુ?
ઉલ્લેખનીય છે કે, 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું હતુ. જેમાં સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું હતુ. જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 56.43 ટકા આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ રહ્યો છે. ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું હતુ. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો હતો. વડોદરાનું પરિણામ 76.49% રહ્યું હતુ. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 નોંધાઈ હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર